મિડલ ઇસ્ટ આખુ યુદ્ધની ચપેટમાં આવી ગયુ છે. ઇઝરાયલ, હમાસ અને હિઝબુલ્લાહ તબાહી મચાવી રહ્યા છે. આ તરફ રશિયા અને યુક્રેન પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. તેવામાં એકવાર ફરી ભારતે આ દેશોને શાંતિની અપીલ કરી છે. આજે પ્રવાસી ભારતીય દિવસ છે. જેને લઇને ઓડિશાના ભુવનેશ્વરમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના હસ્તે આ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદીએ સંબોધન કરતા યુદ્ધકરી રહેલા દેશોને ખાસ અપીલ કરી છે.


ભવિષ્ય યુદ્ધ નહી બુદ્ધમાં રહેલુ છે- પીએમ મોદી

પીએમ મોદીએ પ્રવાસી ભારતીય દિવસ પરિષદને સંબોધિત કરી. પીએમ મોદીએ પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે કર્યો હતો. તેમણે સીધા ઇઝરાયલ અને રશિયાનું નામ લીધું ન હતું. પરંતુ યુદ્ધ અને બુદ્ધ વિશે વાત કરીને, એક સ્પષ્ટ સંદેશ ચોક્કસપણે આપ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઓડિશા ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિક છે. ઓડિશામાં દરેક પગલે વારસો જોઈ શકાય છે. ઓડિશામાં, સમ્રાટ અશોકે એવા સમયે શાંતિનો માર્ગ પસંદ કર્યો જ્યારે સામ્રાજ્યના વિસ્તરણનો યુગ તલવારની શક્તિ પર આધારિત હતો. એટલા માટે ભારત દુનિયાને કહી શકે છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં પણ બુદ્ધમાં રહેલું છે.


યુદ્ધને લઇને પીએમ મોદીએ કરી શાંતિની અપીલ 

પીએમ મોદીની આ ટિપ્પણી આજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલ  રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આખી દુનિયાએ બંને દેશોમાં થયેલી તબાહી જોઈ છે. છતાં કોઈને ખબર નથી કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે. વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરવા માટે સમયાંતરે પ્રયાસો થયા છે. પણ સફળતા મળી નથી. ભારતે પણ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પીએમ મોદી આ માટે પુતિન અને ઝેલેન્સકીને પણ મળ્યા હતા. તેઓએ બંનેને સમજાવ્યું અને યુદ્ધના પરિણામો વિશે ચેતવણી પણ આપી. પરંતુ અત્યાર સુધી બંને સહમત થયા નથી. બીજી તરફ, ઇઝરાયલ પણ એકસાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે

અનુબંધિત શ્રમિક પર શું બોલ્યા પીએમ મોદી ?

તેમણે વધુમાં કહ્યું કે, દુનિયા ભારતને ધ્યાનથી સાંભળે છે. ભારત ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂતીથી ઉઠાવે છે. ભારત તેની વૈશ્વિક ભૂમિકાનો વિસ્તાર કરી રહ્યું છે. વિશ્વભરના કરારબદ્ધ ભાઈઓ અને બહેનોનો ડેટાબેઝ બનાવવો જોઈએ. કેવી રીતે અનુબંધિત શ્રમિકો બહાર આવ્યા તેમની ઓળખ બનાવી. તેમના વારસા પર રિસર્ચ અને ફિલ્મ બનાવી શકાય છે. હું મારી ટીમને આ સંભાવના વિશે તપાસવા કહીશ.

  • Follow us on: