- બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર યોગીએ ચિંતા વ્યક્ત કરી
- બાંગ્લાદેશી હિન્દુઓની સ્થિતિ પર વિપક્ષ મૌન કેમ છે?: યોગી
- બાંગ્લાદેશનો હિન્દુ તેમનો મતદાર નથી એટલે વિપક્ષ મૌન
ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે બાંગ્લાદેશની હિંસા પર કહ્યું હતું કે વિપક્ષી પક્ષો પોતાની વોટબેંક ઓછી થવાના ડરથી બાંગ્લાદેશી હિન્દુઓની સ્થિતિ પર મૌન છે.
હિન્દુઓ પર થતાં અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ
સાથે જ CM યોગીએ કહ્યું કે જે લોકોના મનમાં ભારતીયતાની કોઈ ભાવના ન હોય, જે લોકોના મનમાં એ ભાવના ન હોય કે દુનિયાના કોઈ ખૂણામાં હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યો છે તો તેના માટે અવાજ ઉઠાવે. તેમને પોતાના વોટબેંકને ખસી જવાનો ડર લાગે છે. દુનિયામાં થતાં અત્યાચારમાં જેમને પોતાનું વોટબેંક દેખાય છે તે તમારા હિતેચ્છુ કેવી રીતે હોઈ શકે?
બાંગ્લાદેશનો હિન્દુ વિપક્ષનો મતદાર નથી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે યાદ રાખવું કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તે હજુ થોડું સત્ય છે. ત્યાં 90 ટકા જે હિન્દુ બચ્યા છે તે દલિત સમુદાયમાંથી આવે છે. ત્યાંના હિન્દુઓ પર બધાના હોઠ એટલા માટે સીવેલા છે કારણ કે તેમને ખબર છે કે બાંગ્લાદેશનો હિન્દુ તેમનો મતદાર નથી. તે હિન્દુ છે અને આપણા બધાની જવાબદારી છે તેમનું રક્ષણ કરવું જોઈએ, તેમની પીડા સાથે ઊભા રહેવું આપણી જવાબદારી છે. કોઈ આપણી લાગણીઓ સાથે રમત ન કરી શકે તેની આપણી જવાબદારી છે.
આ સાથે જ સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં આજે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, લોકોને વિશ્વાસ નહોતો કે મંદિર બનશે. અમને વિશ્વાસ હતો કે મંદિર બનશે, ધૈર્ય રાખો. અયોધ્યામાં રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે, અયોધ્યામાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અયોધ્યાની દુનિયામાં અલગ જ ઓળખ છે.
અયોધ્યામાં રામ મંદિર બન્યું છે
CM યોગીએ કહ્યું કે જ્યારે કેટલાક લોકો પૂછતા હતા કે અયોધ્યામાં જન્મભૂમિ પર ભગવાન શ્રી રામનું મંદિર બનશે? ત્યારે અમે લોકોએ કહ્યું કે હા, ચિંતા ન કરો. જરૂર બનશે, જરૂર બનશે. સાથે જ સીએમએ કહ્યું જ્યારે દુનિયા કોરોના મહામારી સામે સંપૂર્ણપણે લાચાર હતી, ત્યારે આપણા પૂજ્ય ધર્માચાર્ય, આપણા ધાર્મિક સ્થળો, આપણા આ પ્રકારના સંસ્થાનો લોક કલ્યાણના અભિયાન સાથે જોડાયેલા હતા.