યુપીના બિજનૌરમાં એક દર્દનાક ઘટના બની છે.વાંચીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જાય તો નવાઈ નહી,આરોપી યુવકે તેની પત્નીને બે વખત ટ્રિપલ તલાક આપી ચૂક્યો છે. પરંતુ પછી સંમતિ બાદ બંને સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન પતિ-પત્ની વચ્ચે વધુ એક ઝઘડો થયો હતો. મૃતક પત્ની તેના મામાના ઘરે ગઈ હતી. પરંતુ તકરાર ઉકેલવાના બહાને આરોપીએ તેને ઘરે બોલાવી જ્યાં તેણે તેની પત્નીને ઢોર માર માર્યો.
આજે સવારે બની ઘટના
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી અને પોતે પણ એસિડ પી લીધું. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પતિને પણ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.આ ઘટના આજે સવારે 4 વાગે બની હતી.
પતિ-પત્ની વચ્ચે થતા હતા ઝઘડા
બિજનૌરના બુલ્લાના ચારરસ્તા રંગદાન મોહલ્લામાં રહેતા નિઝામુદ્દીનના લગ્ન 16 વર્ષ પહેલા નજીબાબાદના ઈસરાના સાથે થયા હતા. બંન્નેને પાંચ બાળકો છે. વિસ્તારના લોકોએ જણાવ્યું કે નિઝામુદ્દીન ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવનો વ્યક્તિ છે, જેના કારણે રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. આટલું જ નહીં, નિઝામુદ્દીન ઈસરાનાને બે વખત ટ્રિપલ તલાક આપી ચૂક્યો હતો અને હલાલા કરાવ્યા બાદ બંને ફરી પતિ-પત્નીની જેમ ઘરમાં રહેતા હતા.
પત્ની પર એસિડ ફેંકવામાં આવ્યું
1 જાન્યુઆરી, 2024ના રોજ પતિ નિઝામુદ્દીને પત્ની ઇસરાના પર એસિડ ફેંકયું હતુ, જે અંગે ઇસરાનાએ પોલીસમાં ફરિયાદ કરીને કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત તે નજીબાબાદમાં તેના મામાના ઘરે પણ ગઈ હતી. ઇસરાનાએ ખર્ચ ચૂકવવા માટે નિઝામુદ્દીન પર કેસ પણ કર્યો હતો.પતિ નિઝામુદ્દીન દ્વારા પત્ની ઇસરાના પર એસિડ રેડવાના કેસમાં કોર્ટમાં જુબાની થવાની હતી. નિઝામુદ્દીનને ડર હતો કે જો ઈસરાના તેની સામે કોર્ટમાં જુબાની આપશે તો તેને સજા થશે, તેથી તેણે ઈસરાનાને સાથે મળીને વિવાદ ઉકેલવા કહ્યું. તેણે શનિવારે તેણીને બિજનૌરમાં તેના ઘરે બોલાવી અને તેણીને તેના ઘરેણાં આપવાનું કહ્યું.
પત્નીને છરી મારી
દરમિયાન આજે વહેલી સવારે 4 વાગે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. ઈસરાનાની હત્યા કર્યા બાદ નિઝામુદ્દીને ઘરમાં રાખેલ એસિડ પણ પીધું હતું. બિજનૌરના એસપી સિટી ડૉ. સંજીવ વાજપેયીએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે.