• મધ દરિયામાં એક IFB સંજુ નામનું વહાણ અચાનક ડૂબ્યું
  • ઘટનાની જાણ થતા 12 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • ICG જહાજો અને 01 ICG ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરાયા

ભારતીય કોસ્ટ ગાર્ડે શુક્રવારે અરબી સમુદ્રમાં 12 માછીમારોના જીવ બચાવ્યા હતા. એક IFB સંજુને પણ ડૂબતા બચાવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે એક IFB સંજુ (બોટ) કેરળના પોન્નાનીના દરિયાકાંઠે 22 માઈલ દૂર અરબી સમુદ્રમાં ડૂબી જવાની જાણ થઈ હતી, જેના પગલે માછીમારોને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ મધ દરિયામાં એક IFB સંજુનામના વહાણ અચાનક ડૂબવા લાગ્યું હતું. ઘટનાને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડને જાણ થતા 12 માછીમારોને બચાવવા માટે 12 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં 12 માછીમારોના જીવ બચાવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે એક IFB સંજુ (બોટ) કેરળના પોન્નાનીના કિનારે 22 માઈલ દૂર અરબી સમુદ્રમાં ડૂબી જવાની જાણ થઈ હતી, જેના પગલે માછીમારોને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માછીમારોના જીવ બચાવવા માટે ત્રણ ICG જહાજો અને 01 ICG ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. લોકોના જીવ બચાવવા માટે 12 કલાક લાંબી કામગીરી કરી અને આખરે માછીમારોનો જીવ બચી ગયો.

  • Follow us on: