- હમાસના હુમલા બાદથી સોનાના ભાવમાં રૂ. 2,900 જેટલો વધારો થયો
- આ લડાઈ વહેલી તકે અટકે નહીં તો સોનામાં ભાવ વધારો ચાલુ રહેવાની ધારણા
- 14 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડ 1,933 ડોલર પ્રતિ ઓંસ ટ્રેડ થયું હતું
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કીમતી ધાતુઓના ભાવમાં પણ ઘટાડો થઇ રહ્યો હતો તેવા સમયે પેલેસ્ટાઇનના આતંકી સગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કરતા વૈશ્વિક પરિબળો ડામાડોળ બન્યા છે. આ બધાના કારણે લગભગ એક સપ્તાહથી સોનામાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. હુમલા બાદથી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ અંદાજે રૂ. 2,900 જેવો વધારો થયો છે અને જ્વેલર્સના જણાવ્યા મુજબ આ લડાઈ ચાલુ રહેશે તો ગોલ્ડના ભાવમાં ઓર વધારો થઇ શકે છે. અમદાવાદમાં 6 ઓક્ટોબરના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,600 પ્રતિ 10 ગ્રામ હતો જે 14 ઓક્ટોબરે વધીને રૂ. 61,500 થઇ ગયો છે. જ્યાં સુધી આ તણાવ રહેશે ત્યાં સુધી કીમતી ધાતુઓમાં ભાવ વધારો થતો રહેશે. વૈશ્વિક બજારોમાં પણ સોનામાં અવિરત તેજી આવતા ભાવ ધીમે ધીમે 2000 ડોલર પ્રતિ ઓંસની નજીક આવી રહ્યા છે. 14 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડ 1,933 ડોલર પ્રતિ ઓંસ ટ્રેડ થયું હતું.
ટેન્શન રહેશે તો સોનું ખરીદવું મોંઘું પડશે










