- સ્પર્ધાનું દબાણઃ રાજસ્થાનના કોટામાં વધુ બે વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તંત્ર જાગ્યું
- નીટ, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ મોત વહાલું કરી રહ્યા છે
- ટેસ્ટમાં ઓછા માર્ક્સ મોતનું કારણ બન્યું
રાજસ્થાનના કોટામાં આત્મહત્યાનો ક્રમ અટકતો નથી. અહીં સ્પર્ધાના પ્રેશરમાં સ્ટુડન્ટ્સ સતત જીવ આપી રહ્યા છે. રવિવારે પણ બે વિદ્યાર્થીઓએ ટેસ્ટ સિરીઝમાં ઓછા માર્ક્સ આવતાં હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હતી. કોટાના જિલ્લા કલેક્ટરે કોટાની તમામ કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સને આદેશ કર્યો છે કે સમયાંતરે લેવામાં આવતી પરીક્ષાઓ આગામી બે મહિના સુધી લેવામાં નહીં આવે. બાળકોના માનસિક સમ્મેલન તથા સુરક્ષાની વ્યવસ્થા હેઠળ આ નિર્ણય કરાયો છે. એએસપી ભગવતસિંહે જણાવ્યું હતું કે રવિવારે બપોર બાદ લાતૂરના રહેવાસી આવિષ્કાર સંભાજી કાસલેએ કોટામાં કોચિંગ ઈન્સ્ટિટયૂટના છઠ્ઠા માળેતી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ સ્ટુડન્ટ કોટાના તલવંડી વિસ્તારમાં ત્રણ વર્ષથી રહેતો હતો અને રવિવારે રોડ નંબર એક પર આવેલ કોચિંગ ઇન્સ્ટિટયૂટમાં પરીક્ષા આપવા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આદર્શના તમામ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતાં હતાં. 700 માર્ક્સમાંથી માંડ 250 માર્ક્સ મેળવી શકતો હોવાના કારણે તે ખૂબ જ પરેશાન હતો.
ટેસ્ટમાં ઓછા માર્ક્સ મોતનું કારણ બન્યું










