• દરેક રાજ્યોએ ટેસ્ટિંગ વધારવુ જોઈએ
  • જિનોમ સિક્વન્સિંગ કરાવવુ જોઈએ
  • હોસ્પિટલમાં મૉક ડ્રિલ થવી જોઈએ
સમગ્ર દેશમાં COVID-19 સબ-વેરિયન્ટ JN.1 ના 20 કેસ મળી આવ્યા છે, જેમાંથી 18 ગોવામાં અને એક કેરળ અને મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. દેશમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારા અને નવા સબ-વેરિઅન્ટ JN.1ની શોધ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.

ટાસ્ક ફોર્સ પ્રમુખે આપી સૂચના

આ વચ્ચે કોરોના ટાસ્કફોર્સના પ્રમુખે મહત્વનુ નિવેદન આપ્યું છેકે, નવો વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે, પરંતુ તે અગાઉ જેટલો ઘાતક નથી. જેમાં ગભરવવા કરતાં હવે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. જેમાં દરેક રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ દરેક રાજ્યોએ ટેસ્ટિંગ વધારવા માટે સાથે જ જરૂર પડે તો જિનોમ સિક્વન્સિંગ કરાવવુ જોઈએ તેવી સૂચના આપી છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરી અને કોરોનાવાયરસના ઉભરતા પ્રકારો પ્રત્યે સતર્ક રહેવા પર ભાર મૂક્યો. આ સાથે જ ત્રણ મહિનાની અંદર એકવાર મોક ડ્રીલ કરવા માટે અને તૈયારીઓ તેમજ હોસ્પિટલની સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી છે.

બુધવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં એક જ દિવસમાં 614 નવા કોરોનાવાયરસ ચેપ નોંધાયા છે, જે 21 મે પછી સૌથી વધુ છે, જ્યારે સક્રિય કેસ વધીને 2,311 થઈ ગયા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ-19 હજી પૂરો થયો નથી અને રાજ્યોને ઉભરતા કોવિડ-19 કેસો, લક્ષણો અને કેસની ગંભીરતા પર દેખરેખ રાખવા વિનંતી કરી જેથી યોગ્ય જાહેર આરોગ્ય માટેની સુવિધાઓ બનાવી શકાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે સામુહિક રીતે પ્રયત્ન કરવા માટે સૂચના આપી છે.

WHO દ્વારા પણ આપવામાં આવી માહિતી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 ને તેના ઝડપથી વધતા પ્રસારને જોતા અલગ "વેરિઅન્ટ ઓફ ઈન્ટરસ્ટ" તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ તેનું જોખમ ઓછું છે. WHOએ મંગળવારે જણાવ્યું હતું કે JN.1 વેરિઅન્ટને અગાઉ BA.2.86 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, જો કે, તાજેતરના અઠવાડિયામાં, ઘણા દેશોમાં JN.1 ના કેસ નોંધાતા રહ્યા છે અને વૈશ્વિક સ્તરે તેનો ફેલાવો ઝડપથી વધ્યો છે.
  • Follow us on:

[[$googlead]]