• લોકસભા ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારી
  • ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
  • ભાજપે 72 ઉમેદવારો ઉતાર્યા મેદાનમાં.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. આથી ઉમેદવારોના નામ પર ઝડપથી મંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપે એક યાદી જાહેર કરી છે, જેમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. હવે પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે.

 નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર લડશે ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારો જાહેર કર્યાં હતા. ભાજપે બીજી યાદીમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડના ઉમેદવારો જાહેર કર્યાં છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. આમાં નીતિન ગડકરીને નાગપુરથી, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે.


ભાજપે લોકસભા ચૂંટણી માટે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ મળી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. અનુરાગ ઠાકુરને હમીરપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાવ ઈન્દ્રજીત સિંહ ગુરુગ્રામથી અને કંવરપાલ ગુર્જર ફરીદાબાદથી ચૂંટણી લડશે. અહીંથી કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરની ટિકિટ કાપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ઉત્તર મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે.

ભાજપની બીજી યાદીમાં 11 રાજ્યોમાંથી કુલ 72 ઉમેદવારો

ઉમેદવારરાજ્ય 
કલા બેન ડેલકર દાદર અને નગર હવેલી


દિલ્હીમાંથી 2 ઉમેદવાર

હર્ષ મલ્હોત્રાપૂર્વ દિલ્હી
યોગેન્દ્ર ચંદોલિયાઉત્તર પશ્ચિમ દિલ્હી 

ગુજરાતમાંથી 7 ઉમેદવાર

ભીખાજી દુધાજી ઠાકોરસાબર કાંઠા
હંસમુખભાઈ સોમાભાઈ પટેલઅમદાવાદ પૂર્વ
નિમુબેન બાંભણીયાભાવનગર
રંજનબેન ધનંજય ભટ્ટવડોદરા
જશુભાઈ ભીલુભાઈ રાઠવાછોટા ઉદેપુર
મુકેશભાઈ ચંદ્રકાંત દલાલસુરત
ધવલ પટેલવલસાડ

મહારાષ્ટ્રમાંથી 20 ઉમેદવાર

ડો. હિના વિજય કુમાર ગાબિતનંદુરબાર
સુભાષ રામરાવધુલે
સ્મિતા રીડજલગાંવ
રક્ષા નિખિલ ખડસેરાવર
અનુપ ધોત્રાઅકોલા
 રામદાસ ચંદ્રભાનવર્ધા
નીતિન ગડકરીનાગપુર
સુધીર મુંતીવારચંદ્રપુર
પ્રતાપરાવ પાટીલનાંદેડ
રાવ સાહેબજાલના


ડો.ભારતી પ્રવીણ પવારડીંડોરી
કપિલ મોરેશ્વર પાટીલભીનવાડી
પિયુષ ગોયલમુંબઈ જવાબ
મિહિર કોચ્ચામુંબઈ નોર્થ ઈસ્ટ
મુરલીધર કિશન મોહોલપુણે
સુજય પાટીલઅહેમદનગર
પંકજા મુંડેબીડ
સુધાકર તુકારામલાતુર
રણજીત સિંહામાદા
સંજય કાકા પાટીલસાંગલી

હરિયાણામાંથી 6 ઉમેદવાર

બંટો કટારિયાઅંબાલા
મનોહરલાલ ખટ્ટરકરનાલ
ચૌધરી ધરમબીર સિંહભિવાની મહેન્દ્રગઢ
અશોક તંવરસિરસા
 રાવ ઈન્દ્રજીત સિંહ યાદવગુડગાંવ
કૃષ્ણપાલ ગુર્જરફરીદાબાદ

હિમાચલ પ્રદેશમાંથી 2 ઉમેદવાર

અનુરાગ સિંહ ઠાકુરહમીરપુર
સુરેશ કુમાર કશ્યપશિમલા

કર્ણાટકમાંથી 20 ઉમેદવાર

અન્નાસાહેબ શંકર જોલેચિક્કોડી
પીસી ગદ્દીગોંદરબાગલકોટ
રમેશ જીગ્જીનાગીબીજાપુર
ઉમેશ જી. જાધવગુલબર્ગા
ભગવંત ખુબાબિદર
બસવરાજ ક્યાવથુરકોપલ
બી. રામુલુબેલારી
બસવરાજ બોમાઈ હાવેરી
પ્રહલાદ જોષી ધારવાડ
ગાયત્રી સિદ્ધેશ્વર દાવનમેર


વીવાય રાઘવેન્દ્ર શિમોગા
કોટા શ્રીનિવાસ પૂજારીઉડુપી ચિકમગલુર
બ્રિજેશ ચૌટા દક્ષિણ કન્નડ
વી સોમન્ના તુમકુર
કૃષ્ણદત્ત ચામરાજ વાડિયા મૈસુર
એસ બલરાજચામરાજનગર
ડૉ. સીએન મંજુનાથ બેંગલુરુ ગ્રામીણ
શોભા કરંદલાજેબેંગલુરુ ઉત્તર
પીસી મોહનબેંગલુરુ સેન્ટ્રલ
તેજસ્વી સૂર્ય બેંગલુરુ દક્ષિણ

તેલંગાણામાંથી 6 ઉમેદવાર

ગોદામ નાગેશ આદિલાબાદ
ગોમાસા શ્રીનિવાસ  પેદ્દાપલ્લે
માધવનેની રઘુનંદન રાવ મેડક
ડીકે અરુણા   મહબૂબનગર
સૈદા રેડ્ડી  નાલગોંડા
પ્રોફેસર અજમીરા સીતારામ નાયક મહબૂબાબાદ


  • Follow us on: