- 1.5 કરોડ રેશનકાર્ડ ધારકોને અપાશે ફ્રી રાશન
- 22 જાન્યુઆરીએ લોકોને મફત રાશનનું વિતરણ
- 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. અને 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પણ છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર 22 જાન્યુઆરીએ રાજ્યના લોકોને મફત રાશનનું વિતરણ કરશે.
શિંદે સરકાર દ્વારા આપવામાં આવતું આ મફત રાશન રાજ્યના તમામ 1.5 કરોડ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની શિંદે સરકાર દિવાળી અને ગુડી પડવાના અવસર પર પણ રાશનનું વિતરણ કરી રહી છે. હવે કેબિનેટની બેઠકમાં સરકારે રામ મંદિરના ઉદ્ઘાટન પર રાશન વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.













