• અરજીમાં કેન્દ્ર સરકારને વટહુકમ બહાર પાડવા સૂચના આપવા માંગ
  • કોર્ટ સરકારને વટહુકમ આપવાની રિટ કેવી રીતે જાહેર કરી શકે: SC
  • હિંદુઓ અને સગીર બાળાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા: અરજદાર

સુપ્રીમ કોર્ટે બુધવારે દગો કરીને ધર્માંતરણ કરાવવા પર રોક લગાવવા માટે પગલાં ભરવા માટેની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે. વાસ્તવમાં, અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારને આદેશ કરવામાં આવે કે આ મુદ્દે જરૂરી પગલાં લેવામાં આવે.

CJI ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબઈ પારદીવાલા અને જજ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું છે કે કોર્ટે આ મામલે કેમ દખલ કરવો જોઈએ? કોર્ટ સરકારને વટહુકમ આપવાની રિટ કેવી રીતે જાહેર કરી શકે છે. જણાવી દઈએ કે જનહિતની અરજી કર્ણાટકના જેરોમ એન્ટોએ દાખલ કરી હતી.

જેરોમ એન્ટો તરફથી રજૂ થયેલ વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે હિન્દુઓ અને સગીર બાળાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને દગો કરીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ખંડપીઠે કહ્યું કે આ કેવા પ્રકારની જનહિતની અરજી છે? જાહેર હિતની અરજી એક હાથકંડો બનીને રહી ગઈ છે અને દરેક આ પ્રકારની અરજી લઈને આવી રહ્યા છે.

અરજદારના વકીલે પૂછ્યું કે આ પ્રકારની ફરિયાદ લઈને કયા જવું જોઈએ? તેના પર પીઠે કહ્યું કે અમે સલાહકાર ક્ષેત્રાધિકારમાં નથી. જો તાજેતરમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હોય કે પછી કોઈના પર આ પ્રકારનો કેસ થયો હોય તો તેઓ આ અંગે વિચાર કરી શકે છે. ત્યારબાદ, સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવી દીધી હતી.


  • Follow us on: