- ટેકનિકલ અને સુરક્ષાની દૃષ્ટિથી નવું સંસદ ભવન જૂના સંસદ ભવનથી ઘણું આગળ
- લાયબ્રેરીને વધુ સારી બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા
- નવા સંસદ ભવનનું નિર્માણ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે સંસદનું શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં થશે. બિરલાએ કહ્યું છે કે, ‘અમારો પ્રયાસ છે કે સંસદના નવા બિલ્ડિંગમાં શિયાળુ સત્ર શરૂ થાય અને નવા બિલ્ડિંગમાં આત્મનિર્ભર ભારતની છબી સ્પષ્ટરૂપે જોવા મળશે. ટેકનિકલ અને સુરક્ષાની દૃષ્ટિથી નવું સંસદ ભવન જૂના સંસદ ભવનથી ઘણું આગળ છે. પરંતુ જૂનું સંસદ ભવન પણ તેનો એક ભાગ બની રહેશે.’
ઇન્ટરવ્યૂમાં ઓમ બિરલાએ કહ્યું છે કે ગૃહની કાર્યક્ષમતા પણ ઘણી વધી ગઈ છે. તેમણે કહ્યું કે સૌના સહકારથી ગૃહની કાર્યક્ષમતા એટલી વધી ગઈ છે કે હવે ગૃહ મોડી રાત સુધી ચાલે છે. બિરલાએ કહ્યું કે, તમામ પક્ષોએ પોતપોતાનાં નેતાઓ સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું, “હું પણ સમયાંતરે પાર્ટીના નેતાઓ સાથે વાત છું અને તેમણે કહ્યું છું કે ગૃહ સરળતાથી ચાલે અને શિસ્ત અને મર્યાદા પણ જળવાઈ રહે.”










