મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને દૂર કરવાની કેટલાક દક્ષિણપંથી સંગઠનોની માગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ 'ભૈયાજી' જોશીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જે કોઈને શ્રદ્ધા છે તે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં તેમની સમાધિની મુલાકાત લેશે.

ઔરંગઝેબ વિવાદ અંગે શું બોલ્યા ભૈયાજી જોશી?  

મુઘલ સમ્રાટની કબરના મુદ્દા વિશે પૂછવામાં આવતા, જોશીએ કહ્યું, "ઔરંગઝેબની કબરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. તેમનું મૃત્યુ અહીં (ભારતમાં) થયું હતું, તેથી અહીં તેમની કબર પર એક મકબરો બનાવવામાં આવ્યો છે. જેમને શ્રદ્ધા છે તેઓ ત્યાં જશે. તેમણે વધુમાં કહ્યું કે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ છે, તેમણે જ અફઝલ ખાનની કબર બનાવડાવી હતી. તે ભારતની ઉદારતા અને સમાવેશકતાનું પ્રતિક છે. ઔરંગઝેબની કબર જ્યાં છે ત્યાં રહેશે અને જે કોઈ ત્યાં જવા માંગે છે તે જઈ શકે છે.





  • Follow us on: