આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ તિરુમાલા લડ્ડુ પ્રસાદમની કથિત અપવિત્રતા માટે પ્રાયશ્ચિત કરશે. આ માટે તેઓ 22 સપ્ટેમ્બરથી ગુંટુર જિલ્લાના નામ્બુર સ્થિત શ્રી દશાવતાર વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 11 દિવસની 'પ્રાયશ્ચિત દીક્ષા' લેશે. તેમણે તિરુપતિ લાડુ પ્રસાદમના કથિત અપમાન પર શોક વ્યક્ત કર્યો. પવન કલ્યાણે કહ્યું કે જગન મોહન રેડ્ડીની પાછલી સરકાર દરમિયાન બનેલી આ ઘટનાથી તેઓ દુઃખી થયા છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે હું ખૂબ જ દુખી છું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે હું ખૂબ જ દુખી છું. અને સાચું કહું તો હું અંદરથી ખૂબ જ છેતરાયા હોવાનો અનુભવ કરું છું. હું ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરું છું કે તમારી કૃપાથી આ દુઃખની ઘડીમાં અમને અને તમામ સનાતનીઓને શક્તિ આપો.

હું ક્ષમા માટે ભગવાનની માફી માંગું છું અને પ્રાયશ્ચિત અર્થે અગિયાર દિવસના ઉપવાસ કરીશ

પવન કલ્યાણે આગળ લખ્યું, 'અત્યારે, હું ક્ષમા માટે ભગવાનની માફી માંગું છું અને પ્રાયશ્ચિત અર્થે અગિયાર દિવસના ઉપવાસ કરીશ. 1લી અને 2જી ઓક્ટોબરે, હું તિરુપતિ જઈશ અને ભગવાનને રૂબરૂ મળી ક્ષમા માંગીશ, અને પછી મારી પ્રાયશ્ચિત દીક્ષા ભગવાન સમક્ષ પૂર્ણ થશે. અગાઉ, આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા, પવન કલ્યાણે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની રચનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ છે

પવિત્ર તિરુપતિ મંદિરના લાડુનો પ્રસાદ ઓછા પ્રમાણભૂત ઘીનો ઉપયોગ કરીને તૈયાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ છે. થોડા દિવસ પહેલા એક લેબ રિપોર્ટને ટાંકીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે લેબ ટેસ્ટમાં ઘીના નમૂનામાં પ્રાણીની ચરબીની હાજરીની પુષ્ટિ થઈ છે જેમાંથી તિરુપતિ મંદિરનો લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

  • Follow us on: