- 9 દિવસના પ્રવાસમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણો દેવી દર્શન કરાવાશે
- 15મેથી ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી અને સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો સમય બદલાશે
- આ ટૂરમાં સવારનો નાસ્તો, લંચ,ડિનર ઓન બોર્ડ અને ઓફ બોર્ડ શાકાહારી ભોજન પીરસાશે
એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત IRCTCએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ઉત્તર દર્શન યાત્રા શરૂ કરાઇ છે. જે રાજકોટથી 25મી મેએ ઉપડશે. 9 દિવસના પ્રવાસમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણો દેવી દર્શન કરાવાશે.
IRCTC દ્વારા આ પ્રવાસ માટે ત્રણ શ્રોણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. 18,300, કર્મ્ફ્ટ ક્લાસ -3AC માટે રૂ. 29,900 અને સુપિરિયર ક્લાસ-2AC માટે રૂ. 42,400 નક્કી કર્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ અપાશે. 25 મેના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, રતલામ અને કોટાથી યાત્રીઓ બેસી શકશે. આ ટૂરમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઓન બોર્ડ અને ઓફ બોર્ડ શાકાહારી ભોજન પીરસાશે. આ ઉત્તર દર્શન યાત્રાની ટ્રેન માટે બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.










