• 2021ના 4,12,432 અકસ્માતો વધીને 2022માં 4,61,312 અકસ્માતો
  • 3.3 લાખથી વધુ રોડ અકસ્માતો ચાલકોની ઓવર સ્પીડને કારણે
  • સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થયેલ અકસ્માતોમાં 16,715ના મોત

દેશમાં થતાં માર્ગ અકસ્માતોના આંકડાને લઈને એક ચોંકાવનારો અને ચિંતા વધારતો રિપોર્ટ સામે આવ્યો છે. દેશમાં રોડ એક્સિડન્ટની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 12%નો વધારો નોંધાયો છે. લેટેસ્ટ જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં સૌથી મોટું કારણ તેજ રફતાર હોવાનું સામે આવ્યું છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષે એટલે કે વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ એક્સિડન્ટના કિસ્સા સામે આવ્યા હતા. જે, 2021ના 4,12,432 કરતાં 11.9% વધુ હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 2022માં 3.3 લાખથી વધુ રોડ અકસ્માતો માટે તેજ ગતિ જવાબદાર હોવા ઉપરાંત, અકસ્માત માટે બેદરકારીથી વાહન ચલાવવું, નશાની હાલતમાં વાહન ચલાવવું અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સહિતના કારણો જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

તેજ ગતિના કારણે 71% થી વધુના મોત

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની શ્રેણીમાં તેજ ગતિએ વાહન ચલાવવાને કારણે સૌથી 71.2 ટકા મોત થયા છે. જ્યારે, રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે 5.4 ટકા લોકોના મોત થયા છે. આંકડાઓ મુજબ, આ સમયગાળા દરમિયાન દારૂ પીને વાહન ચલાવવાને કારણે 10,000થી વધુ અકસ્માતો થયા છે. રેડ સિગ્નલ તોડવાને કારણે જ્યાં વર્ષ 2021માં 2203 અકસ્માતો નોંધાયા હતા તેમાં વધારો થઈને 2022માં 4,021 અકસ્માતો નોંધાયા છે. જે વર્ષ દરમિયાન 82.55%નો વધારો સૂચવે છે.

હેલમેટ ન પહેરવાને કારણે 50,000 લોકોના મોત

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, હેલમેટ ન પહેરવાને કારણે 2022માં બાઇક અકસ્માતોમાં 50,000થી વધુ લોકોના મોત થયા છે. 2022 દરમિયાન, કુલ 20,029 લોકોના મોત થયા છે જેમણે હેલમેટ નહોતું પહેર્યું, તેમાં, 35,692 (71.3%) બાઈકચાલક હતા જ્યારે 14,337 (28.7%) બાઇક પર સવાર હતા. ગત વર્ષે રોડ એક્સિડન્ટમાં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16,715 લોકોના મોત થયા છે. તેમાં, 8,384 ડ્રાયવર્સ છે જ્યારે 8,331 કારમાં સવાર અન્ય લોકો છે.


  • Follow us on: