• સરહદથી સોનાની દાણચોરી કરનાર ઝડપાયો
  • બીએસએફએ 36 લાખનું સોનું ઝડપ્યું
  • બીએસએફને મળી હતી માહિતી
દિવસ જાય તેમ સોનું મોંઘુ થઇ રહ્યું છે. સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. આપણે અવારનવાર જોઇએ છીએ કે ક્યાંક બેગમાં તો ક્યાંક કપડામાં છૂપાઇને સોનું લાવતા એરપોર્ટ પર ઝડપાય છે. તેવામાં બીએસએફ દ્વારા ત્રિપુરાના નિશ્ચિંતપુર વિસ્તારમાં સોનાની દાણચોરી કરનાર એક શખ્સની ધરપકડ કરી છે.
બીએસફને શનિવારે મળ્યા હતા ઇનપુટ
રવિવારે BSF અધિકારીએ જણાવ્યું હતું કે ઇનપુટના આધારે, BSF જવાનોએ શનિવારે નિશ્ચિંતપુર બોર્ડર પોસ્ટ વિસ્તારમાં ઘણી જગ્યાએ જાળ બિછાવી હતી અને સરહદની નજીક બે શંકાસ્પદ લોકોની હિલચાલ જોવા મળી હતી. જે બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક વિસ્તારમાં સ્થિત ગાઢ જંગલ તરફ ભાગીને ભાગી ગયો હતો.
શંકમંદ વ્યક્તિ ઝડપાયો
BSFના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, દાણચોરો બાંગ્લાદેશથી ભારત તરફ આગળ વધી રહ્યા હતા. આ લોકો વાડમાંથી સરહદ પાર કરીને નજીકના જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ પછી, BSF જવાનોએ એક શંકાસ્પદ દાણચોરને પકડી લીધો હતો, જ્યારે અન્ય એક ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પકડાયેલા એક શખ્સ પાસેથી 36.6 લાખની કિંમતના 4 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.
ગુનો કર્યો કબૂલ
અધિકારીએ કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિએ સરહદ પારથી સોનાની દાણચોરીમાં સામેલ હોવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો છે. અને આ માલ બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયાના રહેવાસી ઈકબાલ નામના બાંગ્લાદેશી શખ્સે તેમને આપ્યો હોવાનું જણાવ્યું હતું.
  • Follow us on: