મૂળ નખશીખ ગુજરાતી અને વિદેશમાં રહીને પણ સનાતન ધર્મની આહલેખ જગાવી રાખનારા યોગી પટેલ પ્રયાગરાજ કુંભમાં પોહચ્યા છે.ટ્રમ્પ સરકારની શપથ વચ્ચે તેમના જ પાર્ટીના અને ગુજરાતીઓ માટે ગર્વથી મસ્તક ઊંચું કરનારા યોગી પટેલ બે- અઢી દાયકાથી અમેરિકાના લોસ એન્જલસ ખાતે રહે છે અને વિવિધ ધંધાકીય પ્રવૃત્તિ સાથે સમાજની અને એમાં પણ ભારતીયોની મદદ માટે હંમેશા તત્પર રહેતા યોગી પટેલ એટલે જ તમામ પ્રાયોરિટીને બાજુએ મૂકી 144 વર્ષે આવેલા કુંભના શાહી સ્નાન અને સંધ્યા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા.


[[$googlead]]

અમેરિકામાં ભારતીયો સુરક્ષિત છે

યોગી પટેલ સાથે જ્યારે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તેમણે જણાવ્યું કે અમેરિકામાં ભારતીયો સુરક્ષિત છે. કોઈ પણ નવી સરકાર આવે ત્યારે સ્વાભાવિક પણે પ્લસ-માઈનસ રહેતું હોય છે, પણ આ બધાથી ઉપર ભારતીયોને નુકસાન થવાનો કોઈ સવાલ જ નથી. ભારતીયો સિસ્ટમમાં રહે છે અને ખોટું બૌ ઓછું કરતા હોય છે એટલે સરકાર કોઈ પણ રહે તે સુરક્ષિત રહેશે. યોગી પટેલને તેમની રાજકીય કારકિર્દીમાં એક મહત્વની તક મળી હોવાની માહિતી પર તેમણે જણાવ્યું કે ઘણું બધું સારું થશે પણ હમણાં ઘણી વસ્તુઓ પર પ્રકાશ પાડવો વહેલો થઈ જશે રાહ જુઓ ભારતીયો માટે પહેલા પણ અમેરિકામાં સોનાનો સુરજ હતો, આગળ એનો પ્રકાશ તેમના જીવનમાં સોનેરી સપનાઓને જલ્દીથી ઝગમગાવી મુકશે.

[[$alsoread]]


કુંભ મેળો શા માટે યોજાય છે?

કુંભ મેળો હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, ત્યારે અમૃત (કુંભ)નું પાત્ર નીકળ્યુ. આ અમૃતને રાક્ષસોથી બચાવવા માટે દેવતાઓ દોડ્યા અને દોડતી વખતે અમૃતના કેટલાક ટીપાં ચાર જગ્યાએ પડ્યા – હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. તેથી, આ સ્થાનોને પવિત્ર માનવામાં આવ્યાં અને આ સ્થાનો પર કુંભ મેળાનું આયોજન થવા લાગ્યું.

કુંભ મેળાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ

કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આત્મશુદ્ધિની તક આપવાનો છે. માન્યતા છે કે આ મેળામાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કુંભ મેળો એ ઋષિઓ, સંતો, ગુરુઓ અને ભક્તોની બેઠકનું એક મોટું કેન્દ્ર છે, જ્યાં લોકો ભક્તિ, જ્ઞાન અને સેવાની આપલે કરે છે. આ મેળો શ્રદ્ધા અને ધ્યાન માટે પણ વધુ મહત્વનો માનવામાં આવે છે.

શા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે?

કુંભ મેળાનું આયોજન ખગોળીય ઘટનાઓના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં હોય છે, ત્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુરુને તેની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરવામાં 12 વર્ષ લાગે છે, તેથી કુંભ મેળો દર 12 વર્ષમાં એકવાર યોજાય છે. હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ છે અને જ્યારે ગુરુ અને સૂર્ય આ રાશિઓમાં આવે છે ત્યારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આગામી મહાકુંભ ક્યારે યોજાશે?

આગામી મહાકુંભ 2169માં પ્રયાગરાજમાં યોજાશે. 12 વર્ષના લાંબા અંતરાલ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેનું ધાર્મિક મહત્વ વધારે છે. આ સિવાય હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજમાં પણ કુંભ, અર્ધ કુંભ અને પૂર્ણ કુંભનું આયોજન ચાલુ રહેશે. આગામી કુંભ 2027માં નાસિકમાં, 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભ અને 2030માં પ્રયાગરાજમાં અર્ધ કુંભનું આયોજન કરવામાં આવશે.


  • Follow us on: