- શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં કરાશે દશેરાની ઉજવણી
- સ્ટેડિયમમાં પહોંચી ગયા છે રાવણના પૂતળા
- મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો રાવણ દહન નિહાળશે
આ વખતે દશેરાની ઉજવણી માટે જમ્મુ કાશ્મીર પણ સજ્જ છે ત્યારે અસત્ય પર સત્યની જીતના પ્રતિક સમાન રાવણદહનના કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દહન માટે રાવણને પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
અનિષ્ટ પર ઈસ્ટની જીત માટે જમ્મુ કાશ્મીરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાવણ દહન માટે રાવણના પૂતળા શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. અહી દશેરાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે તમામ ધર્મ હિન્દુ, સિખ અને મુસ્લિમ સમાજના લોકો રાવણ દહનનો કાર્યકમ જોવા માટે આવતા હોય છે. કાર્યક્રમ જોવા આવનાર લોકોમાં મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના હોય છે. તમામ ધર્મના લોકો સાથે મળીને આ તહેવાર સૌહાર્દપૂર્ણ રીતે ઉજવે છે.









