- વિદ્યાર્થીઓને હિંદીમાં શૈક્ષણિક સામગ્રી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે
- વિદ્યાર્થી ઉપયોગી કામ કરી રહેલા બંને એપગુરુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત
- ફાજલ સમયમાં તૈયાર કરે છે એપ્સ
રાજસ્થાનના બે સરકારી કર્મચારીએ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીને વિનામૂલ્યે તેમને અનુકૂળ હિંદી ભાષામાં શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા આઠ વર્ષમાં 250 મોબાઇલ એપ તૈયાર કર્યા છે. એપગુરુ તરીકે જાણીતા બનેલા સુરેન્દ્ર તેતરવાલ અને સુરેશ ઓલાએ વિદ્યાર્થીઓને તેમને અનુકૂળ હિંદી ભાષામાં ઓનલાઇન શૈક્ષણિક સામગ્રી વિનામૂલ્યે સુલભ કરાવવા વર્ષ 2015માં કામગીરી શરૂ કરી હતી. તેતરવાલ અને ઓલા બંને સિકર જિલ્લાના છે. બંને કોમ્પ્યૂટર વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. તેતરવાલ સેલ્સટેક્સ અધિકારી છે તો ઓલા શિક્ષણ વિભાગમાં આચાર્ય છે. વિદ્યાર્થીઓ માટે બંને શૈક્ષણિક અનુકૂળતા વધારી રહ્યા છે. તેઓ બંનેને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેમની કામગીરી બદલ એવોર્ડથી નવાજ્યા છે. બંને એપગુરુને કેન્દ્રીય શિક્ષણ વિભાગે નેશનલ આઇસીટી એવોડ્ર્સ -2019થી નવાજ્યા હતા. રાજ્ય સરકારે બંનેને રાજસ્થાન ભામાશા શિક્ષા વિભૂષણ સન્માન એવોર્ડ 2019-20થી નવાજ્યા હતા.
ફાજલ સમયમાં તૈયાર કરે છે એપ્સ










