• UGC-NET Examની જલ્દી લેવાશે પરીક્ષા
  • શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવે આપી માહિતી
  • ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર

શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે જણાવ્યું છે કે 18 જૂનના રોજ NTA દ્વારા લેવામાં આવેલી UGC-NET પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મંત્રાલયે નિરીક્ષણ કર્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિ થવાની સંભાવના છે. તેથી મંત્રાલયે પરીક્ષા રદ કરી. સાથે જ જણાવ્યું કે ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

શિક્ષણમંત્રાલયે આપી માહિતી

આ અંગે શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે જણાવ્યું હતું કે NTA દ્વારા 18 જૂને લેવાયેલી UGC-NET પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી...પ્રથમ નજરે મંત્રાલયે જોયું કે પરીક્ષામાં ગેરરીતિની શક્યતા હતી. પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે, પરીક્ષાની આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.હાલમાં દેશમાં બે પરીક્ષાઓને લઈને સૌથી વધુ હોબાળો ચાલી રહ્યો છે. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થયા છે. તેને રદ કરવાની માંગ ઉઠી છે. જે દરમિયાન NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી' (NTA) એ UGC-NET પરીક્ષા રદ કરી છે.

જેમાં 11 લાખથી વધુ ઉમેદવારો 

શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે યુજીસી નેટ પરીક્ષા જૂન 2024માં દેશના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો.
  • Follow us on: