• ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે ભક્તોની ભીડ ઉમટી
  • મહાકાલની વિશેષ પૂજા આરતીમાં ભક્તોનું હૈયે હૈયુ દળાયુ
  • ભસ્મ આરતી દરમિયાન મહાકાલનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

ઉત્તરભારતમાં આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ પ્રસંગે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. લોકો મહાકાલની ભસ્મ આરતીનો લ્હાવો લેવા દૂર-દૂરથી બાબાના દરબારમાં આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાકાલના દર્શન માટે આસ્થાનું ઘોડા પૂર ઉમટ્યું હતું. લોકો મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.ભક્તો ભગવાન મહાકાલની પૂજા અર્ચના કરી રહ્યા છે. આ સાથે મંદિર પ્રબંધન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભસ્મ આરતી દરમિયાન મહાકાલનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ પછી તેમની આરતી કરવામાં આવી છે. સાથે જ સાંજે મહાકાલની શાહી સવારી પણ નીકળશે. પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો મહાકાલના આશીર્વાદ લેવા આવે છે.

[[$googlead]]

 મંદિરમાં ભક્તોની ભારે ભીડ 

[[$alsoread]]

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ મહિનામાં રૂદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ પાંચમો મહિનો છે. પહેલો મહિનો એટલે ચૈત્ર. આ પછી આવે છે વૈશાખ, જ્યેષ્ઠા(જેઠ) અને અષાઢ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને જળ અને બીલીપત્ર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

મહાકાલ મંદિરના દરવાજા સવારે 2.30 વાગ્યે જ ખોલવામાં આવ્યા 

આ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. જેને ધ્યાનમાં રાખીને મહાકાલ મંદિરના દરવાજા સવારે 2.30 વાગ્યે જ ખોલવામાં આવ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે પંચામૃત અભિષેકની પૂજા કરીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અંદાજ મુજબ આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચશે. મહાકાલ સવારી સાંજે 4 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાકાલ સવારી સાંજે 4 વાગ્યે શરૂ થશે

શ્રાવણ મહિનામાં VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો ગર્ભગૃહમાં જઈને પૂજા કરી શકતા નથી. મહાકાલની ભસ્મ આરતી પૂજારી અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ભસ્મ આરતીમાં દર છ મહિને ઉપાસકો બદલાય છે. શ્રાવણ મહિનામાં દેશભરમાંથી ભક્તો અહીં મહાકાલના દર્શન કરવા આવે છે.


  • Follow us on: