• અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલમાંથી એક આરોપીની ધરપકડ
  • મુસ્લિમ હોસ્ટેલના રૂમમાં ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું
  • LLBના વિદ્યાર્થી સદાકત ખાનની એસટીએફ દ્વારા કાવતરાના આરોપમાં ધરપકડ

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિંગ હોસ્ટેલમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉમેશ પાલ શૂટઆઉટ કેસમાં આ પહેલી ધરપકડ છે. LLBના વિદ્યાર્થી સદાકત ખાનની એસટીએફ દ્વારા કાવતરાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા આજે બપોરે એક આરોપી અરબાઝ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ મામલે પાંચ કલાક બાદ યુપી પોલીસની આ મોટી કાર્યવાહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્લિમ હોસ્ટેલના રૂમમાં ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપી 27 વર્ષીય સદાકત ખાન LLBનો વિદ્યાર્થી છે. એવી આશંકા છે કે સદાકત ખાન અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. હોસ્ટેલના રૂમની તલાશી બાદ સદાકત ખાન એસટીએફની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ડિવાઈડર સાથે અથડાઈને નીચે પડી ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સદાકત ખાન મૂળ ગાઝીપુર જિલ્લાના ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારના બારા ગામનો રહેવાસી છે. પોલીસ સદાકત ખાનના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી રહી છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, FIRમાં નામ આપવામાં આવેલા આરોપીઓ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

નેહરુ પાર્કના જંગલમાં અરબાઝનું એન્કાઉન્ટર

ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યામાં સામેલ આરોપીઓમાંથી એક અરબાઝ સોમવારે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. ડેપ્યુટી પોલીસ કમિશ્નર નવેન્દુ કુમારે જણાવ્યું કે આજે બપોરે ધુમાનગંજ પોલીસ સ્ટેશન હેઠળના નહેરુ પાર્કના જંગલમાં અરબાઝનું યુપી પોલીસની ટીમ સાથે અથડામણ થઈ હતી, જેમાં પોલીસે અરબાઝને ઠાર માર્યો હતો.

તેમણે કહ્યું કે અરબાઝ એ કારનો ડ્રાઈવર હતો જેનો ઉપયોગ હુમલાખોરોએ ઉમેશ પાલ પર હુમલો કરવા માટે કર્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ પોલીસ સાથે અરબાઝનું એન્કાઉન્ટર થયું હતું. અરબાઝની સાથે અન્ય બે-ત્રણ લોકો પણ હતા જેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. નવેન્દુએ જણાવ્યું કે પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે.

શુક્રવારે ઉમેશની હત્યા કરવામાં આવી હતી

ઉમેશ પાલ અને તેના સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદની શુક્રવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે હુમલામાં ઘાયલ અન્ય એક સુરક્ષા ગાર્ડ રાઘવેન્દ્ર સિંહને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને રવિવારે લખનૌ મોકલવામાં આવ્યો હતો


  • Follow us on: