- અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે
- પોલીસનો કાફલો ગુજરાતમાંથી ટીમ અતીક અહેમદને લાવી રહ્યો છે
- હું અહી કોર્ટ પાસે માંગ કરીશ કે તેને ફાંસી આપવામાં આવે
ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી માફિયા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત સુરક્ષા હેઠળ યુપી પોલીસનો કાફલો ગુજરાતમાંથી ટીમ અતીક અહેમદને લાવી રહ્યો છે. પ્રયાગરાજમાં 28 માર્ચે અતીક અહેમદને અપહરણના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. હવે આ મામલે ઉમેશ પાલની પત્નીએ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ફાંસીની સજાની માંગ કરી છે. જયા પાલે કહ્યું, અતીકને ખબર પડવી જોઇએ કે મોત કેવી રીતે આવે છે. હું અહી કોર્ટ પાસે માંગ કરીશ કે તેને ફાંસી આપવામાં આવે. જેલમાં હશે ત્યારે એ લોકો ફરી આવું કામ કરશે. બાળકો પૂછે છે કે પિતા ક્યાં છે, મારે શું જવાબ આપવો. તેઓએ મારા પતિની નિર્દયતાથી હત્યા કરી છે.
જયા પાલે કહ્યું કે અતીક અહેમદ અને અશરફને ફાંસી આપવી જોઈએ, જેથી માણસ કોઈને મારતા પહેલા દસ વાર વિચારે. જે રીતે તેની (ઉમેશ પાલ) હત્યા કરવામાં આવી છે તે સમાજને હચમચાવી નાખે છે. જો આ માફિયા જીવતો રહેશે તો તે કોઈને મારી શકે છે.













