• નાણામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યા નાણામંત્રાલય
  • બજેટ ટીમ સાથે કરાવ્યુ ફોટો સેશન
  • સાતમી વખત રજૂ કરવા જઇ રહ્યા છે બજેટ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચી ગયા છે. પોતાની બજેટ ટીમ સાથે તેઓ નાણામંત્રાલય પહોંચ્યા છે. તેમણે નોર્થ બ્લોકની બહાર બજેટ ટેબ્લેટ સાથે ફોટોસેશન કરાવ્યું. 

કરાવ્યુ ફોટો સેશન 

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલયમાંથી બહાર આવ્યા અને પત્રકારોને બજેટ ટેબલેટ સાથેની પ્રથમ તસવીર આપી. આ દરમિયાન નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. હવે નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ગયા છે.

રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. બજેટને લઇને રાષ્ટ્રપતિએ નાણામંત્રીનું મોં મીઠુ કરાવ્યું હતું. 



આર્થિક સરવે કર્યો હતો રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો.. જે નાણાકીય વર્ષ 2023-24નો આર્થિક સર્વે હતો.. તેમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું છે કે ભૌગોલિક-રાજકીય પડકારો હોવા છતાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 24 માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.2 ટકા છે. આ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ 6.5 થી 7.5 ટકા રહેવાની ધારણા છે. સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી 6.5-7 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો દર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનો આપવામાં આવ્યા છે, તે બજેટમાં પ્રતિબિંબિત થશે.

શું કહે છે આર્થિક સલાહકાર ?

મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને સોમવારે જણાવ્યું હતું કે ભારતીય પરિવારો હવે નાણાકીય સંપત્તિમાં વધુ રોકાણ કરી રહ્યા છે અને તેમનું બજાર મૂલ્ય રાષ્ટ્રીય આવકના આંકડામાં પ્રતિબિંબિત થતું નથી. સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે 2023-24માં જણાવાયું છે કે માર્ચ 2020 થી માર્ચ 2024 સુધીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધીને 9.2 કરોડ થઈ ગઈ છે.


  • Follow us on:

[[$googlead]]