નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. આ ઉપરાંત મેડિકલ કોલેજ અને આઇઆઇટી સંસ્થાઓને લઇને પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 


મેડિકલ સીટ વધારાશે 

નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 50 હજાર શાળાઓમાં ALTS લેબ ખોલવાની યોજના છે. ચાલો જાણીએ કે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે કઈ જાહેરાતો કરવામાં આવી હતી.

 IIT ની ક્ષમતા વધારાશે

બજેટ ભાષણમાં, નાણામંત્રીએ કહ્યું કે IIT ની ક્ષમતા વધારવામાં આવશે અને 5 IIT માં વધારાના માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે. જ્યારે IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ આપવામાં આવશે.


શિક્ષણ બજેટ 2025: 75 હજાર મેડિકલ સીટો વધશે

નાણામંત્રીએ જાહેરાત કરી કે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં, દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે, જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે.

બજેટમાં શાળા-મેડિકલ કોલેજને લઇને શું એલાન 

  • AI એજ્યુકેશન પર 300 કરોડ ખર્ચ કરશે
  • દેશમાં IIT સંસ્થાઓની સંખ્યા વધારાશે
  • IIT પટનામાં બેઠકો વધારાશે
  • વિદ્યાર્થીઓની સંખ્યા 65 હજારથી વધીને 1.3 લાખ થશે
  • IIT પટનામાં હોસ્ટેલનો વિકાસ કરાશે
  • IIT પટના ખાતે માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે.
  • આગામી વર્ષે મેડિકલની 10 હજાર સીટો ઉમેરાશે
  • 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટ વધારીશું
  • ભારતીય ભાષા પુસ્તક યોજના લવાશે
  • શિક્ષણ માટે AI ઉત્કૃષ્ટ કેન્દ્રો ખોલાશે
  • IIT માં ટેકનોલોજીકલ સંશોધન માટે 10 હજાર PM શિષ્યવૃત્તિ


  • Follow us on: