ભારતની આજે વૈશ્વિક સ્તરે નોંધ લેવાય છે.પરંતુ એક સમય હતો જ્યારે ભારત મહાઆર્થિક સંકટમાથી પસાર થઈ રહ્યું હતું. જો કે આર્થિકશાસ્ત્રના પંડિત કહેવાતા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક બજેટે ભારતની દશા બદલી. આ બજેટે ભારતને નવી દિશા આપી અને વિકાસના મંડાણ કર્યા. આજે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. પરંતુ ભારતને આર્થિક સંકટમાંથી ઉગારવામાં આ બજેટનો મહત્વનો ફાળો છે તેના વિશે જાણીએ.

આર્થિક ઉદારીકરણનો માર્ગ ખોલ્યો

19મી સદીમાં જ્યારે વિશ્વ મંદીના ભરડામાં હતું ત્યારે ભારત પર પણ તેનો ઓછાયો હતો. 19મી સદીમાં ભારતની તિજોરીમાં થોડા જ નાણાં બચ્યા હતા.ત્યારે તત્કાલીન વડાપ્રધાન અને નાણામંત્રીએ મહત્વનો નિર્ણય લીધો. 1991માં ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે વડાપ્રધાન પી.વી.નરસિંહ રાવ અને નાણામંત્રી મનમોહનસિંહે બજેટમાં વિદેશ નીતિને પ્રાધાન્ય આપતા આર્થિક ઉદારીકરણનો માર્ગ ખોલ્યો.

બજેટમાં લેવાયા મહત્વના નિર્ણયો

1991ના બજેટમાં લાઇસન્સિંગ રાજનો અંત લાવતા વિદેશી રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલવામાં આવ્યા. 1991ના બજેટમાં વિદેશી કંપનીઓના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેમજ કસ્ટમ ડ્યુટી અને નિકાસને લઈને મહત્વના નિર્ણય લેવાયા. કસ્ટમ ડયૂટીમાં ઘટાડો કરતાં 220થી ઘટાડી 150 કરવામાં આવી હતી. કસ્ટમ ડ્યૂટી ઘટતાં વિદેશી રોકાણકારોએ ભારતમાં સરળતાથી પ્રવેશ કર્યો. અને વિદેશી રોકાણકારો આવતાં વિદેશી હૂંડિયામણમાં વધારો થતા દેશના ઉદ્યોગો બેઠા થયા અને રોજગારમાં વધારો થયો. બજેટમાં લઘુ ઉદ્યોગો પર ભાર મૂકાતા તેમજ રાહત આપવાને લઈને મહત્વના નિર્ણયો લેવાતા ઉત્પાદન અને નિકાસમાં વધારો થયો. નાણામંત્રી મનમોહના સિંહના આ બજેટે ભારતને આર્થિક સંકટમાંથી ઉગાર્યું.

વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન

મનમોહનસિંહની બજેટમાં વિદેશનીતિને લઈને કરાયેલા આ નિર્ણયની આજે પણ તેમના વિરોધીઓ પ્રશંસા કરે છે. નાણામંત્રી મનમોહનસિંહ ભારતને આર્થિક પતનના માર્ગેથી વિકાસના માર્ગે લાવ્યા. મનમોહનસિંહના આ નિર્ણયે ભારતમાં આર્થિક ઉદારીકરણ યુગની શરૂઆત કરી.મનમોહનસિંહની દૂરંદેશીના પગલે 1991ના બજેટમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાતા ભારતીય અર્થતંત્રને વેગ મળ્યો. મનમોહનસિંહ દ્વારા રજૂ કરવામાં આવેલ આ બજેટને 'ક્રાંતિકારી બજેટ' પણ કહેવાય છે. આજે મનમોહન સિંહ આપણી વચ્ચે હયાત નથી. ગત ડિસેમ્બર મહિનામાં તેમનું વય સંબંધિત બીમારીને પગલે 92 વર્ષે અવસાન થયું.