દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જો કે, બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર થશે કે નહી તેને લઈ સામાન્ય પ્રજા રાહ જોઈને બેઠી છે.મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. આ બજેટમાં સરકાર ટેક્સ પેયર્સને પણ મોટી રાહત આપી શકે છે.સંદેશ ડિજીટલ પર તમને સતત કેન્દ્રીય બજેટના લાઈવ સમાચાર મળી શકશે.સવારે 11 વાગે લોકસભામાં બજેટ 2025 રજૂ કરવામાં આવશે,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.





  • Follow us on: