- દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક
- PM મોદી બેઠકની કરી રહ્યા અધ્યક્ષતા
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ બેઠકમાં હાજર
PM મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં 03 માર્ચે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. એવું માનવામાં આવે છે કે તેમના બીજા કાર્યકાળની મંત્રી પરિષદ સાથે આ છેલ્લી બેઠક હશે.
રાજકીય રીતે બેઠક મહત્વપૂર્ણ
પીએમ મોદી મુખ્ય નીતિ અને શાસન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમયાંતરે સમગ્ર મંત્રી પરિષદની બેઠકો યોજે છે, પરંતુ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારની આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. ચૂંટણી પંચ આગામી થોડા દિવસોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
PM મોદી કરી રહ્યા છે અધ્યક્ષતા
આ બેઠક ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સુષ્મા સ્વરાજ ભવનમાં યોજાઇ રહી છે. બેઠકમાં સરકારની કામગીરી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તેની વિકાસ યોજનાઓના આધારે મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.









