- ગુરુવારે યોજાઈ શકે કેન્દ્રીય કેબિનેટની બેઠક
- આ બેઠક ગુરુવારે સવારે 10:30 કલાકે શરૂ થશે
- ભાજપ હેડક્વાર્ટરની મુલાકાત લઈ શકે છે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ગુરુવારે મળવાની છે. આ બેઠક સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠક 23 જુલાઈએ રજુ થનાર કેન્દ્રીય બજેટ 2024ના બરાબર પહેલા યોજાઈ રહી છે. આ સિવાય વડાપ્રધાન ગુરૂવારે સાંજે 6 વાગ્યે ભાજપ હેડક્વાર્ટરની પણ મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત પણ કરી શકે છે.
PM મોદી બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લઈ શકે છે













