•  224 વિધાનસભાની બેઠકો માટે મતદારો નક્કી કરશે ભાવિ
  • 2018માં ભાજપને 103 અને કોંગ્રેસને 80 સીટ મળી હતી
  • બહુમત માટે 113 બેઠક પર જીતની આવશ્યકતા

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યુ છે. 2615 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ. 224 સીટ માટે મતદારો નક્કી કરશે ભાવિ. 5.2 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. 9.17 લાખ લોકો પહેલી વખત આપશે વોટ. 58 હજાર કરતા વધુ મતદાન મથકોએ મતદાન. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ લડી રહ્યા છે ચૂંટણી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર પણ મેદાને. 2018માં ભાજપને 103 અને કોંગ્રેસને 80 સીટ મળી હતી. બહુમત માટે 113 બેઠક પર જીતની આવશ્યકતા.

વસુંધરા રાજેએ કર્ણાટકના લોકોને કહ્યું- એવી સરકાર પસંદ કરો જે...

[[$googlead]]

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજેએ કર્ણાટકની જનતાને મત આપવા અપીલ કરતા કહ્યું કે, કર્ણાટકને સમૃદ્ધ કરવા મત આપો. કર્ણાટકમાં મતદાન હોવાથી, હું તમામ કન્નડીગાને બહાર આવવા અને તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. આજે તમારો મત એવી સરકાર પસંદ કરશે જે કર્ણાટકની ભાવના અને ઓળખને જાળવી રાખશે.

[[$alsoread]]

લેખિકા સુધા મૂર્તિએ પોતાનો મત આપ્યો, કહ્યું- મારી વિનંતી છે કે...

લેખિકા સુધા મૂર્તિએ જયનગરમાં પોતાનો મત આપ્યો. કહ્યું, "મને લાગે છે કે મતદાન કરવું એ મારી ફરજ છે. મતદાન એ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે, મતદારો વિનાની કોઈપણ લોકશાહી બિલકુલ લોકશાહી નથી, તેથી હું દરેકને મતદાન કરવા વિનંતી કરીશ."

પ્રિયંકા ગાંધીએ મતદારોને કહ્યું- તેમનું જીવન સુધારવા માટેની આ તક

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હું કર્ણાટકમાં મારી તમામ બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ ત્યાં જઈને પરિવર્તન માટે મત આપે. એક મજબૂત, વિકાસલક્ષી અને સક્ષમ સરકાર લાવવાનો આ સમય છે જે તમારા જીવનને સુધારવા માટે અથાક મહેનત કરે છે.

નિર્મલા સીતારમણે કહ્યું- મેં ડબલ એન્જિનવાળી સરકારને મત આપ્યો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધા બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં બેંગલુરુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું હોવું જોઈએ. કર્ણાટકમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે છે. મેં આ માટે મત આપ્યો છે. મેં ડબલ એન્જિનવાળી સરકારને મત આપ્યો છે.

જેપી નડ્ડાએ કહ્યું- રાજ્યની પ્રગતિ કરવા માટે મતદાન જરૂરી

જનતાને અપીલ કરતા ભાજપના અધ્યક્ષ જેપી અડ્ડાએ કહ્યું કે, હું કર્ણાટકના તમામ મતદારોને લોકશાહીના તહેવારમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરું છું. કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરવામાં આ ચૂંટણી નિર્ણાયક છે અને હું તમને બધાને એવી સરકાર બનાવવાની અપીલ કરું છું જે રાજ્યની પ્રગતિ ચાલુ રાખે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ હોય.


  • Follow us on: