• દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકનો બીજો દિવસ
  • રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા હેડક્વાર્ટર
  • અમિતશાહ પણ બેઠકમાં આપી હાજરી

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાચ શરૂ કરી દેવામાં આવ્યો છે. 2023ના છેલ્લા મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ઉત્સાહથી ભરેલી ભાજપે હવે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ ચૂંટણીને અંતિમ મેચ તરીકે લઈ રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક શરૂ થઇ છે.

બેઠકનો ધમધમાટ

દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ભાજપના અધિકારીઓની બેઠક ચાલી રહી છે. શનિવારે બેઠકનો બીજો દિવસ છે. આ બેઠક માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે સવારે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. આ પહેલા શુક્રવારે બેઠકના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના નેતાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપના પદાધિકારીઓની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની રૂપરેખા ઘડી શકાશે. સામાન્ય ચૂંટણી માટે સંગઠનના નેતાઓની જવાબદારીઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે પણ ચર્ચા થશે.



લોકસભા ચૂંટણી પર ફોકસ કરવા પીએમ મોદીએ કહ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેઠકના પહેલા દિવસે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાર્ટીના અધિકારીઓને કહ્યું કે ચાર જાતિઓ, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મારા માટે માત્ર ચાર જાતિઓ જ મહત્વની છે અને તે છે મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબ પરિવાર. પીએમ મોદીએ પાર્ટીના અધિકારીઓને 2024ની સામાન્ય ચૂંટણી માટે મિશન મોડમાં કામ કરવા કહ્યું. આ ઉપરાંત બેઠકમાં કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની મહત્તમ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે તેવું પણ જણાવાયું હતું. પાર્ટીના અધિકારીઓને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ બૂથ લેવલ પર 10 ટકા વોટ વધારવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ માટે બૂથ મેનેજમેન્ટને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
  • Follow us on:

[[$googlead]]