અમિત શાહ બે દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. ગઇકાલે સાંજે તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. અમરનાથ યાત્રા શરૂ થવાને લઇને એક હાઇ લેવલની બેઠક કરી હતી. ત્યારે હવે આજે તેઓ પૂંછની મુલાકાતે છે. પૂંછમાં તેઓ આતંકી હુમલાના પીડિત પરિજનોને મળ્યા. ત્યારબાદ તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે સેનાના સાહસને કારણે આતંકીઓ હચમચી ગયા. પાકિસ્તાને રહેણાંક વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો. પાકિસ્તાને નિર્દોષો પર હુમલો કર્યો.
પાકિસ્તાન નાગરિકો-સૈન્ય પર અમે હુમલો નથી કર્યો.- અમિત શાહ
અમિત શાહે કહ્યુ કે અમે હુમલો આતંકવાદ પર કર્યો હતો પરંતુ પાકિસ્તાને હુમલો તેના પોતાના પર માન્યો. દુનિયા સામે તેમણે પ્રદર્શિત કર્યુ કે તેઓ જ આતંકીઓને પોષી રહ્યા છે. એક પણ પાકિસ્તાની સૈન્ય કે નાગરિક પર હુમલો થયો ન હતો. સેનાએ સંયમથી આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાને બીજા જ દિવસે રહેણાંક વિસ્તારમાં જ ફાયરિંગ કર્યુ. જેમાં સૌથી વધુ નુકસાન પૂંછમાં થયુ છે. પૂંછની સાથે સાથે તમામ જગ્યાઓ પર રહેણાંક વિસ્તારો, ધાર્મિક સ્થળો પર ફાયરિંગ કરવાનું કામ પાકિસ્તાને કર્યુ. આજે આખી દુનિયા પાકિસ્તાની હુમલાની નિંદા કરે છે.
એટલે પાકિસ્તાને સમજૂતી માટે..
જ્યારે પાકિસ્તાને આપણા નાગરિકો પર હુમલો કર્યો ત્યારે ભારતીય સેનાએ તેનો સટીક જવાબ આપ્યો. આતંકીઓના 9 ઠેકાણાને ક્ષતિગ્રસ્ત કરીને મજબૂત જવાબ આપ્યો. એટલે પાકિસ્તાને સમજૂતી કરવા માટે આગળ આવવુ પડ્યું. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે કોઇ પણ પ્રકારનું આક્રમણ ભારત સહન નહી કરે. તેનું સટીક અને બુલંદ જવાબ આપવામાં આવશે. આપણી સેનાએ આ કરીને બતાવ્યુ છે. પૂંછમાં અનેક લોકોના ઘરોને ક્ષતિ થઇ છે. ભારત સરકાર આગામી દિવસોમાં નુકસાની માટે પેકેજ લાવશે. અમિત શાહે વધુમાં કહ્યું કે 2014થી જે ગતિથી જમ્મુ કાશ્મીરનો વિકાસ ચાલુ થયો છે ગતિથી જ વિકાસ ચાલતો રહેશે. અમારીસેના દરેક વસ્તુનો જવાબ આપવા માટે સક્ષમ છે.
પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ છે કે ટેરર અને ટોક એકસાથે નહી ચાલે, લોહી અને પાણી એકસાથે નહી વહે. આવનારા દિવસોમાં ફરીથી વિકાસની યાત્રા શરૂ થશે. જે પણ આપણુ નુકસાન કરવાનો પ્રયાસ કરશે તેને જડબાતોડ જવાબ અપાશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.