- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર
- બિહારના બેગૂસરાયમાં સંબોધી અમિત શાહે જનસભા
- કોંગ્રેસને રામ મંદિર, આર્ટીકલ 370ને લઇને લીધી આડેહાથ
લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ બન્યો છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારમાં સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. બેગૂસરાયની જીડી કોલેજ મેદાનમાં આયોજિત ચૂંટણી સભામાં બીજેપી ઉમેદવાર ગિરિરાજ સિંહ માટે મત મેળવવા માટે અપીલ કરી હતી. ત્યારે જનસભામાં અમિતશાહે શું સંબોધન કર્યુ આવો જાણીએ.
ગિરિરાજ સિંહના સમર્થનમાં સંબોધી જનસભા
બેગુસરાયના લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે તમારા સાંસદ ગિરિરાજ સિંહે બિહાર, ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પ્રદેશ અને દેશભરમાં લખપતિ દીદી બનાવવાનું કામ કર્યું છે. તેઓ મોદી સરકારમાં મહત્વના વિભાગના મંત્રી છે. મોદીજીએ 3 કરોડ ઘર બનાવ્યા જેમાંથી 2.5 કરોડ ગ્રામીણ વિસ્તારોમાં છે. તમારા સાંસદ ગિરિરાજ સિંહે પણ આ કામ કર્યું. આ વખતે પણ મેનિફેસ્ટોમાં મોદીજીએ નક્કી કર્યું છે કે ફરી એકવાર એક કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે. જો તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશો તો અમે દેશમાં 3 કરોડ દીદીઓને કરોડપતિ બનાવીશું, જો અમારી સરકાર બનશે તો ફરી 3 કરોડ નવા ઘર ગરીબોને અપાશે.
દેશને લાચાર નહી મજબૂત નેતાની જરૂર- અમિત શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું કે દેશને કોઈ લાચાર નેતાની જરૂર નથી પરંતુ એક મજબૂત નેતાની જરૂર છે જે દેશને આગળ લઈ જશે અને મોટા નિર્ણયો લેવાની શક્તિ ધરાવે છે. તેમણે પૂછ્યું કે રામ મંદિર બનવું જોઈતું હતું કે નહીં. મોદીના નેતૃત્વએ જ આ કામ થયુ છે. કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષ સુધી રામ મંદિરને લઇને કંઇ કર્યુ જ નહી. પરંતુ પીએમ મોદીએ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં આ કામ પૂર્ણ કર્યું.
મોદી સરકાર છે, ઘરમાં ઘુસીને મારશે- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં કલમ 370 હટાવવાની જરૂર હતી. પરંતુ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષ સુધી બાળકની જેમ અનુચ્છેદ 370ને પોતાના ખોળામાં પોષતી રહી. પરંતુ નરેન્દ્ર મોદી મોદીએ તેમના બીજા કાર્યકાળમાં 2019માં કલમ 370 નાબૂદ કરી હતી. જ્યારે મેં સંસદમાં આની જાહેરાત કરી ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેને હટાવો નહીં તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. આજે હું દિનકરની ભૂમિ પરથી રાહુલ બાબાને કહેવા માંગુ છું કે 5 વર્ષ થઈ ગયા પરંતુ કાશ્મીરમાં એક કાંકરી પણ ફેંકવાની કોઈની હિંમત નથી. તેમણે કહ્યું કે મોદીજીએ આ દેશમાંથી આતંકવાદને ખતમ કરી દીધો છે. 10 વર્ષ સુધી સોનિયા ગાંધી અને મનમોહન સિંહની સરકાર હતી. પાકિસ્તાનમાંથી દરરોજ ઘૂસણખોરો આવતા અને બોમ્બ વિસ્ફોટ કરીને જતા રહ્યા. જ્યારે તમે મોદીજીને વડાપ્રધાન બનાવ્યા ત્યારે અમે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના લોકો સમજી ગયા છે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. ઘરમાં ઘૂસીને મારશે.









