- AAP ધારાસભ્ય અમાનતુલ્લાના ઘરે ઇડીની રેડ
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આપ્યો વળતો જવાબ
- આપના કાર્યકર્તાઓ દ્વારા લગાવાયા હતા બીજેપી પર આરોપ
ED દ્વારા એક એક કૌભાંડીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એકવાર આપ પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઇડીએ દરોડા પાડ્યા. તેમણે આ અંગે ટ્વિટ કરીને ઇડીની આ કાર્યવાહીની માહિતી આપી હતી. સાથે જ તેમણે કોટ કરીને લખ્યું કે EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે. તેમના આ ટ્વિટ બાદ આપ પાર્ટી દ્વારા નિવેદનો શરૂ થઇ ગયા. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરવા લાગ્યા ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે વળતો જવાબ આપ્યો છે.
શું કહ્યુ ગિરિરાજસિંહે ?
કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. આરોપ છે કે ભાજપ EDને હથિયાર બનાવીને આમ આદમી પાર્ટીને સતત હેરાન કરી રહી છે. આ અંગે ગિરિરાજ સિંહે કહ્યું કે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ગુનેગારોથી ઘેરાયેલી છે. મુખ્યમંત્રી જેલમાં છે, કેટલાક પૈસા કૌભાંડમાં, કેટલાક હથિયાર કૌભાંડમાં અને કેટલાક છેડછાડમાં છે, તેથી કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. જો AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સામે કોઈ આરોપ હશે તો તેનો નિર્ણય કોર્ટમાં કરવામાં આવશે.
AAPએ શું લગાવ્યો આરોપ ?
ઉલ્લેખનીય છે કે EDએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડાથી આપ પાર્ટી નારાજ છે અને બીજેપી પર સવાલો ઉઠાવી રહી છે. પાર્ટીનું કહેવું છે કે બીજેપી ઈડીને હથિયાર બનાવીને કામ કરી રહી છે. આ સાથે જોડાયેલા સવાલો પર ગિરિરાજ સિંહે વળતો જવાબ આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના મંત્રીએ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે AAP MLA પર દરોડાથી આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે નારાજ છે. દિલ્હી સરકારના મંત્રી અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે પણ આ દરોડા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ED 2016થી અમાનતુલ્લા ખાન સંબંધિત કેસની તપાસ કરી રહી છે. હજુ સુધી કંઈ મળ્યું નથી. કેન્દ્ર સરકાર આના પર રાજનીતિ કરી રહી છે. કેન્દ્રની સૂચના પર EDએ દરોડા પાડ્યા છે. ભાજપ નકારાત્મક વિચારધારાનો પક્ષ છે. તપાસ એજન્સીને હજુ સુધી કંઈ મળ્યું નથી.









