• કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યો
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ નિર્ણયને ઈસ્લામિક કાયદાની સ્થાપના ગણાવી
  • મુસ્લિમ સમુદાયને ખુશ કરવાનો એક માર્ગ- ગિરિરાજસિંહ

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે હિજાબ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપે આ નિર્ણયને લઇને શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ નિરપેક્ષતા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.

રાજ્યમાં શરિયા કાનૂન સ્થાપિત કરવાનો ઇરાદો- ગિરિરાજસિંહ

[[$googlead]]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે આ નિર્ણય માત્ર હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો નથી પરંતુ રાજ્યમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2023માં રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની પરવાનગી આપી હતી. આ પછી એવી ચર્ચા હતી કે સરકાર રાજ્યમાં હિજાબ પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવી શકે છે.

[[$alsoread]]

તો દેશમાં ઇસ્લામિક કાયદા લાગુ થશે- ગિરિરાજસિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વધુમાં એમ પણ જણાવ્યુ કે જો રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનની સરકાર બનશે ઇસ્લામિક કાયદાઓ લાગુ કરવામાં આવશે. આ સાથે જ જણાવ્યું કે .સિદ્ધારમૈયાએ મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે ઉતાવળમાં આ નિર્ણય લીધો છે. હું આની નિંદા કરું છું અને તેઓએ આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. આની લોકસભાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય, આવનારી લોકસભાની ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.

સીએમ દ્વારા આપવામાં આવેલ નિવેદન કાયદાને અનુરૂપ- કાયદામંત્રી, કર્ણાટક

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના હિજાબ પરના પ્રતિબંધને હટાવવાના નિવેદન પર કર્ણાટકના કાયદા મંત્રી એચકે પાટીલે કહ્યું કે, સીએમની વિચારસરણી સરકાર અને પક્ષને અનુરૂપ છે. હિજાબને લઈને અગાઉની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે પક્ષપાતી હતો અને તે દેશની બિનસાંપ્રદાયિક વિચારસરણીને અનુરૂપ ન હતો, તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.


  • Follow us on: