- રામલીલા મેદાન પર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી
- સનાતન ધર્મ અને રામાયણ અંગે વાત કરી
- પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો
વિજયાદશમીના પર્વ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. જ્યાં રામ લીલા સમિતિએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. થોડો સમય સુધી રોકાઈને સ્મૃતિએ રામલીલા પણ નિહાળી હતી. જોકે, એ પછી મંચ પરથી સંબોધન કરતા તેમણે રામલીલા, રામાયણ અને સનાતન ધર્મ અંગે પોતાની વાત કહી હતી. આ ઉપરાંત ત્યાં આવેલી પ્રજાનો તથા એમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ હાજરીને ધર્મ પ્રત્યેના સંસ્કાર ગણાવ્યા હતા.
વિજયાદશમીની શુભેચ્છા પાઠવી
તેમણે પોતાનું સંબોધન કરતા કહ્યું હતું કે, તમામ રામભક્તોને વંદન, અને વિજયાદશમીની શુભેચ્છા, ધર્મ આપણો એ વાતનો પ્રતિક છે કે, અસત્યની જીત ક્યારેય નહીં થાય. આજે જે લોકો પોતાના પરિવારજનો સાથે આવ્યા છે. એ તમારા સંસ્કાર જ સનાતન ધર્મનું પ્રતિક છે. રામલીલા સમિતીના માધ્યમથી સનાતનીઓને એક કરવા માટે સમિતીનો આભાર માનું છું. આ સંસ્કાર દરેક પરિવાર સુધી પહોંચાડ્યો છે. આજે પણ જ્યારે પણ માતા એવું ઈચ્છે છે કે, દીકરો હોય તો રામ જેવો અને દીકરી હોય તો સીતા જેવી હોય. આ ભક્તિનું મંચ છે. રામના ચરણમાં પ્રાર્થના છે કે, દરેક પરિવારના પ્રભુના આશીર્વાદ મળે.
વડાપ્રધાને હાજરી આપી
સમૃદ્ધિ તરીકે લક્ષ્મી ઘરે આવે. સમાજ પ્રત્યે એક પુણ્ય યોગદાન આપે. ભક્તિના મંચ પર આધ્યશક્તિના દર્શન થાય છે. એ સમયે તેમણે રામને આશીર્વાદ આપ્યા છે. લંકા જીત્યા બાદ જ્યારે પ્રુભને લંકા સમર્પિત કરી દેવાઈ હતી. રામે સોનાની લંકા લેવાની ના પાડી દીધી હતી. પોતાના દેશમાં આવ્યા અને કહ્યું કે, જ્યાં જનની હોય ત્યાં જ રહેવું જોઈએ. જે સ્વર્ગ કરતા પણ મહાન છે. આમ તેમણે જન્મભૂમિનું મહત્ત્વ સમજાવ્યું હતું. જોકે, રામલીલા બાદ દિલ્હીના મેદાનમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી એ પણ ખાસ હાજરી આપી હતી.









