- વાયનાડમાં બીજેપી ઉમેદવાર સુરેન્દ્રને ભર્યુ ઉમેદવારી ફોર્મ
- સ્મૃતિ ઇરાનીએ બીજેપીના પ્રચાર અર્થે રોડ શો યોજ્યો
- રાહુલગાંધી પર સ્મૃતિ ઇરાનીએ કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સ્મૃતિ ઈરાની ભાજપ માટે પ્રચાર કરવા કેરળના વાયનાડ પહોંચ્યા હતા. અહીં તેમણે કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રન સાથે રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સહિત ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસને પ્રતિબંધિત સંગઠન PFIના પોલિટિકલ લીડરનું ચૂંટણી સમર્થન: સ્મૃતિ ઇરાની
મહત્વનું છે કે કેરળની વાયનાડ સીટ પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે. અહીં નોમિનેશનનો છેલ્લો દિવસ ગુરુવાર એટલે કે 4 એપ્રિલ છે. રાહુલ ગાંધી આ સીટ પર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ત્યારે બીજેપીના પ્રચાર અર્થે સ્મૃતિ ઇરાની વાયનાડ આવ્યા હતા. તેમણે રાહુલગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે મારુ એ માનવુ છે કે કાલે કોંગ્રેસ પાર્ટીની નામાંકન રેલીમાં મુસ્લિમ લીગના ઝંડાને છૂપાવવા તે એ વાતનો સંકેત છે કે રાહુલ ગાંધી મુસ્લિમ લીગના સમર્થનથી શર્મસાર છે અથવા તો તેઓ ઉત્તર ભારત આવશે અને મંદિરોમાં જશે તો મુસ્લિમ લીગની સાથે તેમના ગઠબંધનને છૂપાવી શકશે ? હું વાયનાડ આવીને સ્તબ્ધ થઇ ગઇ છું. કે પીએફઆઇ જેવા આતંકી સંગઠન પર પ્રતિબંધ હોવા છતાં રાહુલગાંધી પીએફઆઇના પોલિટિકલ લીડરશીપ જોડેથી રાહુલ ગાંધી સમર્થન ચૂંટણી માટે લઇ રહ્યા છે. તેમણે પીએફઆઇના પોલિટીકલ લીડર પાસેથી ચૂંટણી માટે રાહુલ ગાંધીએ સમર્થન મેળવ્યું. મુસ્લિમ લીગના સમર્થનથી શર્મસાર છે તેઓ મુસ્લિમ લીગનો ધ્વજ છૂપાવી રહ્યા છે તો તેમણે મુસ્લિમ લીગનું સમર્થન ન લેવુ જોઇએ.
2019માં રાહુલ ગાંધીને હરાવ્યા હતા
મહત્વનું છે કે સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. તેઓ આ બેઠક પરથી વર્તમાન સાંસદ છે અને પાર્ટીએ તેમને બીજી વખત ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ માને છે કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીના હરીફ છે. કદાચ આ જ કારણસર હવે સ્મૃતિને કેરળની વાયનાડ સીટ માટે પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે. રાહુલ 2019માં અમેઠીથી હારી ગયા હતા, પરંતુ વાયનાડમાં મોટા માર્જિનથી જીત્યા હતા. વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જો કે, તમામ 543 બેઠકો માટેના ચૂંટણી પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.









