• મહિલાઓને આરોપ ટીએમસી નેતા અને ટીમે તેમનું યૌન શોષણ કર્યું
  • પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનો વિરોધ યથાવત રાખ્યો
  • ટીએમસીના ગુંડા મહિલાઓને ઉપાડી જતા પછી તેમને છોડતા ન હતાં

સંદેશખાલી હિંસા અંગે પશ્ચિમ બંગાળની મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, ફરાર TMC નેતા શેખ શાહજહાં અને તેની ટોળકીએ તેમનું યૌન શોષણ કર્યું છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનો વિરોધ ચાલુ છે. મહિલાઓનો આરોપ છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓએ જાતીય સતામણી અને અત્યાચાર કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓએ મીડિયાને સંબોધન કર્યું

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, બંગાળના સંદેશખાલીમાં કેટલીક મહિલાઓએ મીડિયાને સંબોધન કર્યું અને બંગાળી ભાષામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હું બંગાળીનો હિન્દીમાં અનુવાદ કરું છું. મહિલાઓએ ટીએમસીના ગુંડાઓ વિશે કહ્યું કે, તેઓ ઘરે-ઘરે જઈને જોવા જાય છે, ક્યા ઘરની મહિલા સુંદર છે. ઉંમરમાં કોણ નાનું છે? મહિલાઓ બંગાળીમાં પત્રકારોને કહી રહી છે કે, તેમના પતિઓને ટીએમસીના ગુંડાઓએ કહ્યું હતું કે, તમારી પત્ની પર તમારો કોઈ અધિકાર નથી.

ટીએમસીના ગુંડા મહિલાઓને ઉપાડી જતાઃ સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, ટીએમસીના ગુંડા મહિલાઓને ઉપાડી જતા હતાં અને પછી તેમને છોડતા ન હતાં. બંગાળના સંદેશખાલીની દલિતો, ખેડૂતો, આદિવાસી અને માછીમાર મહિલાઓએ આજીજી કરતી વખતે આ બધી વાતો કહી છે.

શું કહ્યું સ્મૃતિ ઈરાની?

સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો કે TMC ચીફ મમતા બેનર્જી હિંદુઓ પર અત્યાચાર કરવા માટે જાણીતા છે. ટીએમસી ઓફિસમાં પરિણીત હિંદુ છોકરીઓને ઉઠાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ વાત શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.

  • Follow us on: