• ઈન્દ્રજીત સરોજ, રામઅચલ રાજભરના નામની ચર્ચા
  • પૂર્વ સંસદસભ્ય તૂફાની સરોજનું નામ પણ ચર્ચામાં
  • અખિલેશ યાદવના પુત્રી પણ સંસદસભ્ય બન્યા છે

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પીડીએ ફોર્મુલાથી વિરોધપક્ષના નેતાની જાહેરાત કરશે. હવે આ રેસમાં તુફાની સરોજનું નામ પણ સામેલ છે. તુફાની સરોજ ત્રણવાર સંસદસભ્ય અને જૌનપુરની કેરાકત સીટથી હાલના ધારાસભ્ય છે.

પૂર્વાંચલના મતદારોને આકર્ષવા થઈ શકે પ્રયાસ

પૂર્વાંચલના મતદારોને આકર્ષવા અખિલેશ યાદવ તુફાની સરોજને આ જવાબદારી આપી શકે છે. પહેલાથી જ આ જવાબદારી માટે તુફાની સરોજનું નામ આગળ ચાલતું હતું. પરંતુ સરોજ બીએસપી પાર્ટીમાંથી આવ્યા છે એટલે પાર્ટીના જ સભ્યોએ તુફાની સરોજને નહીં રાખવા માટે સહમતી દર્શાવી હતી.

સપાના નેતનું નામ વહેલીતકે જાહેર થશે

જાણકારી મુજબ સમાજવાદી પાર્ટી વિરોધપક્ષના નેતાનું નામ વહેલીતકે જાહેર કરશે. જેના માટે ઈન્દ્રજીત સરોજ, રામઅચલ રાજભર અને તુફાની સરોજનું નામ સૌથી આગળ છે. જેને લઈને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. દરેક ધારાસભ્યોએ આ પદ માટે કોને નક્કી કરવા તે અખિલેશ યાદવને જવાબદારી સોંપી છે.

અખિલેશ યાદવએ રાજીનામું આપ્યું હતું

ઉત્તરપ્રદેશની વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અખિલેશ યાદવ પોતે જ જવાબદારી નિભાવતા હતા. જેઓ મૈનપુરીની કરહલ સીટથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. જોકે 2024માં તેઓએ કન્નોજની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ દિલ્હીના રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. કરહલની વિધાનસભા સીટ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે અને વિરોધપક્ષની જવાબદારીથી પણ મુક્ત થયા છે. ત્યારબાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ પદ માટે અખિલેશ યાદવ તેમના કાકાને જવાબદારી સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટી આ પદ માટે પછાતવર્ગના કોઈ નેતાને સોંપી શકે છે.

  • Follow us on: