• યુપીના રામપુરમાં ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત
  • 4ના મોત અને અન્ય લોકો ઘાયલ
યુપીના રામપુરમાં હોળી પહેલા ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છએ. ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોના મોત નીપજ્યા. જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા છે.

માર્ગ અકસ્માતમાં 4 ના મોત

ઉત્તર પ્રદેશના રામપુરમાં હોળી પહેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. રામપુરના મિલક વિસ્તારમાં એક ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે મોડી રાત્રે ધરમપુર ગામ રોડ પર બની હતી. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે પીડિતોની ઓળખ કવિતા (18), ટિંકુ યાદવ ઉર્ફે રવિ (18), રામવતી (45) અને સાવિત્રી (30) તરીકે થઈ છે.

અગાઉ 3 વિદ્યાર્થીઓના થયા હતા મોત

અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકો મુરાદાબાદથી બરેલી પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે. બે દિવસ પહેલા જ યુપીના કાનપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. કાનપુરના ઘાટમપુર વિસ્તારમાં, ત્રણ પોલિટેકનિક વિદ્યાર્થીઓ સવારે અભ્યાસ માટે સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી રોડવેઝની બસે તેમને કચડી નાખ્યા.આ પછી બસ પલટી ગઈ. આ ઘટનામાં ત્રણેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે બસમાં બેઠેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા. પોલીસે વિદ્યાર્થીઓના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

  • Follow us on: