બદાયૂંમાં ભીષણ માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. દિવાળીના દિવસે જ સવારે ઓટો અને કાર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નોઇડાથી જઇ રહ્યા હતા ઘરે
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ તમામ લોકો દિવાળી ઉજવવા માટે નોઈડાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ અકસ્માત દિલ્હી હાઈવે પર મુઝરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મુઝરિયા ગામ પાસે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી.
5 લોકો ઇજાગ્રસ્ત
અકસ્માત એટલે ભયંકર હતો કે લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ મુઝરિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પહેલા ટ્રામમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા પછી એમ્બ્યુલન્સની મદદથી બધાને હોસ્પિટલ મોકલ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પાંચને દાખલ કરીને સારવાર શરૂ કરી હતી.