ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એક સરકારી શાળામાં પરીક્ષા દરમિયાન પ્રિન્સિપાલે એવી કરતૂત કરી કે શિક્ષિકાએ તેની વીડિયો બનાવીને છેતરપિંડી આચરી હોવાનો દાવો કર્યો છે. આ મામલે મહિલા દ્વારા શિક્ષણાધિકારીને લેખિત પુરાવા આપીને પણ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો
પ્રિન્સિપાલની કરતૂતે કેમેરામાં કરી કેદ
બિજનૌરમાં એક સરકારી શાળાના શિક્ષકે તેની જ શાળાના પ્રિન્સિપાલ પર પરીક્ષા દરમિયાન ગૂગલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ચિટીંગ કરાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલા ટીચરે પ્રિન્સિપાલ દ્વારા કરાવવામાં આવી રહેલી આ ચોરી મામલે વીડિયો પણ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. સાથે જ તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે જ્યારે મહિલા શિક્ષક નકલ કરી રહેલા બાળકોનો વીડિયો બનાવી રહી હતી ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે મહિલા શિક્ષક સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
પ્રિન્સિપાલ દેખાયા આકરા પાણીએ
સમગ્ર મામલે મહિલા ટીચરે તેના ઉપરી અધિકારીઓને ફરિયાદ પત્ર સોંપ્યો હતો. જેમાં શિક્ષકે દાવો કર્યો છે કે પ્રિન્સિપાલ સુંદરલાલ શાળામાં 20 સપ્ટેમ્બરે સામાજિક વિષયની સત્ર પરીક્ષામાં બાળકોને ચોરી કરાવતા હતા એટલે કે નકલ કરાવી રહ્યા હતા. આ આખો મામલો બિજનૌરની એક સરકારી શાળાનો છે, જ્યાં શિક્ષકે પ્રિન્સિપાલ પર પરીક્ષા દરમિયાન બાળકોને ગૂગલથી છેતરવાનો આરોપ લગાવ્યો છે. શિક્ષિકાના કહેવા પ્રમાણે જ્યારે તેણીએ નકલ કરવાનો વિરોધ કર્યો, ત્યારે શાળાના પ્રિન્સિપાલે અભદ્ર વર્તન કર્યું, શિક્ષકનો દુપટ્ટો ખેંચી લીધો અને ચપ્પલ વડે મારવાનો પ્રયાસ કર્યો.
શિક્ષકે કરી ટ્રાન્સફરની માગ
આ મામલે બીજનૌર એજ્યુકેશન ઓફિસરને વીડિયો શેર કરીને માહિતી આપી હતી સાથે જ મહિલા શિક્ષકે પ્રિન્સિપાલ સુંદરલાલથી તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને તેને અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવા કહ્યું છે.