- યુપીના પ્રદેશ અધ્યક્ષે PM મોદી સાથે કરી મુલાકાત
- PM મોદી સાથે લગભગ એક કલાક સુધી ચાલી ચર્ચા
- વિવિધ મુદ્દાઓને લઇ કરવામાં આવી ચર્ચા
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લોકસભા ચૂંટણીમાં તેના ખરાબ પ્રદર્શન પર પ્રતિક્રિયા લેવા માટે વિવિધ રાજ્યોના નેતાઓને મળી રહ્યું છે. તેવામાં યુપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે PM મોદી સાથે લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના યુપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં હાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત સંગઠન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે યુપીમાં બીજેપી અધ્યક્ષ બદલાઈ શકે છે.













