• સીએમ યોગી આદિત્યનાથનો અખિલેશ પર પ્રહાર
  • બુલડોઝરને લઇને ફરી એકવાર રાજનીતિ
  • અખિલેશના નિવેદન પર કર્યો પલટવાર

ઉત્તર પ્રદેશમાં સપા અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે.. અખિલેશ યાદવ એક પણ બાબતે યુપી સરકાર પર નિશાન સાધવાનું ચૂકતા નથી તો બીજી તરફ યોગી સરકાર પણ તેમના આક્ષેપો અને નિવેદનોનો વળતો જવાબ આપે છે. ત્યારે ફરી એકવાર યુપીમાં બુલ્ડોઝરને લઇને વાક્યુદ્ધ જામ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે અખિલેશ યાદવના બુલ્ડોઝર વાળા નિવેદન પર પલટવાર કર્યો છે.

બુલડોઝર પર દરેકનો હાથ સેટ ન થઇ શકો

[[$googlead]]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવના બુલડોઝર પર વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે દરેક વ્યક્તિનો હાથ બુલડોઝર પર સેટ થઇ શકતો નથી. તેમણે વધુમાં એમ પણ ચલાવ્યું કે બુલ્ડોઝર ચલાવવા દિલ અને દિમાગ બંને જોઇએ. બુલ્ડોઝર જેવી ક્ષમતા જેનામાં હોય તે લોકો જ બુલ્ડોઝર ચલાવી શકે છે. તોફાનીઓ સામે નતમસ્તક થનારા લોકો બુલ્ડોઝરની સામે પરાસ્ત થઇ જશે.

[[$alsoread]]

શું કહ્યું હતુ અખિલેશ યાદવે

અખિલેશ યાદવે કહ્યું હતું કે 2027માં સપાની સરકાર બન્યા બાદ રાજ્યના તમામ બુલડોઝર ગોરખપુર તરફ જશે. SP ચીફની આ પ્રતિક્રિયા બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ આવી હતી.

સપના જોવાની આદત પડી ગઇ છે

સીએમ યોગીએ વધુમાં અખિલેશ પર પ્રહાર કરતા કહ્યું કે આજે તેમના સપના પર પાણી ફેરવાઇ ગયુ છે ત્યારે ટીપુ પણ સુલતાન બનવા નીકળી પડ્યા છે. સપના જોઇ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એક ધારાવાહિક આવતી હતી કે મુંગેરી લાલ કે હસીન સપને... સપના જોવાની આ લોકોની આદત પડી ગઇ છે. કારણ કે જનતાએ જ્યારે અવસર આપ્યો ત્યારે યુવાઓ સાથે રમત રમી હતી. યુવાઓ સામે, વેપારીઓ સામે અને યુવાઓના ભવિષ્ય સાથે રમત રમી હતી.


  • Follow us on: