- યુપીના આગરામાં મેટ્રો રેલ સેવાનો પ્રારંભ
- પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કર્યુ ઉદ્ઘાટન
- સૌથી વધુ મેટ્રો રેલ ધરાવતુ પ્રથમ રાજ્ય બન્યુ યુપી
પીએમ મોદીએ કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટ્રેન સહિત અન્ય 6 ટ્રેનને લીલીઝંડી બતાવી. જેમાંથી એક છે આગરાની મેટ્રો ટ્રેન. જી, હા યુપીમાં આગ્રા મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે મોટા ભાગના યુપીના શહેરો મેટ્રોની સુવિધા ધરાવતા થઇ ગયા. આગ્રા શહેર મેટ્રો રેલ નેટવર્ક સાથે જોડાયેલું દેશનું 21મું અને ઉત્તર પ્રદેશનું છઠ્ઠું શહેર બન્યું છે.
આગ્રા મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન
મેટ્રો સેવા આગ્રાના 26 લાખ રહેવાસીઓ અને દર વર્ષે શહેરની મુલાકાત લેતા અંદાજે 60 લાખ પ્રવાસીઓની સેવા માટે તૈયાર છે. આગ્રા મેટ્રો બે કોરિડોર ધરાવે છે, જેની કુલ લંબાઈ 29.4 કિમી છે, જે મુખ્ય રેલ્વે સ્ટેશન, બસ ડેપો, કોલેજો, બજારો અને મુખ્ય પ્રવાસન સ્થળોને જોડશે.
આધુનિક સુવિધાનું કેન્દ્ર બને તે માટે મેટ્રો જરૂરી- સીએમ યોગી
આગ્રા મેટ્રોના સંચાલનના ઉદ્ઘાટન બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આગ્રામાં મેટ્રો સેવાની શરૂઆત સાથે, ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં મોટાભાગના શહેરોમાં મેટ્રો સુવિધા છે. આગરા મેટ્રોના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે આ શહેર આધુનિક સુવિધાઓનું કેન્દ્ર બને તે માટે મેટ્રો જરૂરી છે.
હવે આગરા મેટ્રો રેલ સેવા ધરાવતુ શહેર
ઉત્તર પ્રદેશમાં નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, લખનૌ અને કાનપુરમાં મેટ્રો રેલ સેવાઓ પહેલેથી જ કાર્યરત છે. હવે, રાજ્યનું ચોથું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર આગ્રા પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. ઉદ્ઘાટન બાદ સીએમ યોગીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું કે આગ્રાની ખૂબ રાહ જોવાતી આકાંક્ષા પૂર્ણ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આગ્રા જિલ્લામાં 'આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટ'ના પ્રાથમિક વિભાગ પર પેસેન્જર સેવાનું ઉદ્ઘાટન કર્યું. આ મેટ્રો સેવા 'વિકસિત ઉત્તર પ્રદેશ' બનાવવાની અમારી પ્રતિબદ્ધતા અને આગ્રાના લોકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ પૂરી પાડવાના અમારા સંકલ્પનું પરિણામ છે.









