નોઈડા જમીન કૌભાંડ મામલે EDએ 2 દિવસ વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નિવૃત્ત IAS અધિકારીના ઘરેથી રૂ. 42.56 કરોડની હીરા-જ્વેલરી અને રૂ. 85 લાખ રોકડ જપ્ત કર્યા છે. ભૂતપૂર્વ IAS અધિકારી મોહિન્દર સિંહ અને હેસિન્ડા પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (HPPL)ના ડિરેક્ટરોના સ્થળો પર EDએ દરોડા પાડ્યા હતા. જેમાં ખાસ કરીને ચંદીગઢ, નોઈડા, મેરઠ, દિલ્હી અને ગોવામાં 18 સ્થળોએ EDએ દરોડા પાડ્યા હતા. તપાસમાં ઘણી બેનામી પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
EDએ બે દિવસના દરોડા પછી નિવૃત્ત IAS અધિકારી મોહિન્દર સિંઘ અને હેસિન્ડા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (HPPL) ના ડિરેક્ટરોના પરિસરમાંથી રોકડ, ઝવેરાત અને બેનામી મિલકતો રિકવર કરી છે. EDએ રૂ. 42.56 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના ઝવેરાત, રૂ. 85 લાખ રોકડ અને ઘણી બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ દરોડા ચંદીગઢ, નોઈડા, મેરઠ, દિલ્હી અને ગોવા સહિત 18 સ્થળોએ પાડવામાં આવ્યા હતા.













