ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હોળીનો તહેવાર ઉજવ્યો. સીએમ યોગી ગોરખનાથ મંદિર પહોંચ્યા અને સ્થાનિક લોકો વચ્ચે હોળી રમી. આ સમય દરમિયાન લોકોએ ફાગ ગીતો પણ ગાયા. આ પછી સીએમ યોગીએ લોકોને સંબોધિત કર્યા હતા જે દરમિયાન તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે જો ભારતના લોકો એક થાય તો કોઈ શક્તિ તેમને રોકી શકશે નહીં.
જો ભારત એક થઈ જશે તો..
હોળીના અવસર પર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તેના લોકો એક થાય. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જો ભારત એક થઈ જશે તો દુનિયાની કોઈ શક્તિ તેને વિકસિત રાષ્ટ્ર બનતા રોકી શકશે નહીં.
મહાકુંભમાં જોવા મળી સનાતનીઓની તાકાત
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં કહ્યું જે લોકો સનાતન ધર્મની ટીકા કરતા હતા તેઓએ મહાકુંભ દરમિયાન તેની તાકાત જોઈ. 66 કરોડથી વધુ લોકોએ કોઈપણ ભેદભાવ વિના પવિત્ર સ્નાન કર્યું. આટલું અનોખું દૃશ્ય જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. જે લોકો માનતા હતા કે હિન્દુઓ જાતિના આધારે વિભાજિત છે તેઓએ આ જોવું જોઈએ. આ એ જ લોકો છે જેમણે અયોધ્યામાં રામલલાના મંદિરનો વિરોધ કર્યો હતો.
આપણને વિભાજિત કરવાનો પ્રયાસ કરનારા કોણ ?
સીએમ યોગીએ આગળ કહ્યું કે તેઓ છે કોણ કે જે આપણને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે. આ એજ લોકો છે જેમણે અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરનો વિરોધ કર્યો હતો. આ એ જ લોકો છે જે ગાયની તસ્કરીમાં સામેલ હતા અને ગૌહત્યારોને આશ્રય આપતા હતા અને તેમને સત્તામાં ભાગીદાર બનાવતા હતા. આ એ જ લોકો છે જે કહે છે કે ભારત ક્યારેય 'વિકસિત ભારત' ન બની શકે. પર્વ અને તહેવારોની જેટલી સમૃદ્ધ પરંપરા સનાતન ધર્મ પાસે છે તે દુનિયાના અન્ય કોઇ દેશ પાસે નથી.