• મોડીરાત્રે કાંવડયાત્રા પર નીકળેલા કાંવડીયાઓને કચડી નાખ્યા 
  • ઝડપી ડમ્પરે ટક્કર મારતાના 5ના ઘટનાસ્થળે મોત 
  • એક ભકતનું સારવાર દરમિયાન મોત

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. કાંવડયાત્રા પર નીકળેલા કાંવડીયાઓને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં 5 કાંવડીયાઓના સ્થળ પર જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે આગ્રા લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. કાંવડીયાઓના મોતથી તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ કાવડીયાઓ હરિદ્વારથી કંવરથી તેમના જિલ્લા ગ્વાલિયર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક ઝડપી ડમ્પરે તેમને ટક્કર મારી અને 6 લોકોના મોત થયા. પોલીસે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કાંવડીયાઓની ઓળખ કરી લીધી છે.

હાથરસમાં થયેલા આ માર્ગ અકસ્માતમાં 7 કાંવડીયાઓ દુર્ઘટનાનો શિકાર થયા હતા, જેમાંથી 5 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું અને એક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ દુર્ઘટના કોતવાલી સદાબાદ બાદર ચોક પર બની હતી. આ અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપાયા હતા.

આગ્રા ઝોનના ADG રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે હાથરસના સાદાબાદમાં મોડી રાત્રે એક ડમ્પરે ભક્તોને કચડી નાખ્યા હતા, જેમાં 6ના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાંવડીયાઓ હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા. ઘટના એટલી ભયાનક હતી કે આસપાસમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આગ્રાના ADG, DIG સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાંવડીયાઓને કચડી નાખ્યા બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. હાલ પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મૃતકોના આત્માને શાંતિની કામના સાથે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.


  • Follow us on: