- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ
- પીએમ મોદીએ યુપીના અમરોહામાં સંબોધી સભા
- ક્રેકિટર મહોમ્મદ શામીના પીએમ મોદીએ કર્યા વખાણ
લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. તો બીજી તરફ બીજા તબક્કા માટે પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના અમરોહા પહોંચ્યા હતા. તેમણે અહીં કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર તો કર્યા જ પરંતુ ક્રિકેટર મોહમ્મદ સામીને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
તમારો મત ભારતનું ભાવિ નક્કી કરશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણીમાં તમારો દરેક મત ભારતનું ભાવિ સુનિશ્ચિત કરશે. ભાજપ ગામડાઓ અને ગરીબો માટે મોટા વિઝન અને મોટા ધ્યેયો સાથે આગળ વધી રહી છે. પરંતુ INDI જોડાણના લોકોની તમામ શક્તિ ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોને પછાત બનાવવામાં જ જાય છે. આ માનસિકતાથી અમરોહા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે.
10 વર્ષમાં જે થયુ તે તો માત્ર ટ્રેલર- પીએમ મોદી
પીએમે કહ્યું કે અહીંના મિત્રોને પણ ભાજપ સરકારની પીએમ વિશ્વકર્મા યોજના અને મુદ્રા યોજનાનો લાભ મળી રહ્યો છે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે. અત્યારે આપણે યુપી અને દેશને ઘણું આગળ લઈ જવાનું છે.
PM મોદીએ મહોમ્મદ શામીના કર્યા વખાણ
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે અમરોહા માત્ર ઢોલક નહી દેશનો ડંકો પણ વગાડે છે. ક્રિકેટ વર્લ્ડ઼ કપમાં મહોમ્મદ શામીએ જે કમાલ કર્યો તે આખી દુનિયાએ જોયો છે. રમતોમાં શાનદાર પ્રદર્શન માટે કેન્દ્ર સરકારને મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ આપ્યો છે. અને યોગીજીની સરકારે અહીંના યુવાઓ માટે સ્ટેડિયમ પણ બનાવડાવી રહ્યા છે. હું અમરોહાના લોકોને આ અંગે ખૂબ શુભકામના પાઠવું છું.









