• લખનૌમાં બીજેપીની વર્કિંગ કમિટીની મળી બેઠક
  • સીએમ યોગીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન
  • કહ્યું બેકફૂટ પર જવાની જરૂર નહી, આજે યુપી માફિયા મુક્ત થયુ છે.

લોકસભા ચૂંટણી 2024 પછી પહેલીવાર યુપી બીજેપી વર્કિંગ કમિટીની મળી. લખનૌમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે યુપીમાં લોકસભા ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેના કારણે કાર્યકરોને બેકફૂટ પર આવવાની જરૂર નથી. સીએમ યોગીએ કહ્યું કે તમારા બધાના સહયોગથી અમે યુપીને માફિયાઓથી મુક્ત કરાવ્યું છે. યુપીમાં આજે સુરક્ષાનો માહોલ છે. તેમણે કહ્યું કે અગાઉ મોહરમ દરમિયાન તાજિયાના નામે મકાનો તોડી પાડવામાં આવતા હતા. વાયરો હટાવવામાં આવતા હતા. પીપળાના વૃક્ષો હટાવી દેવાતા હતા. પરંતુ હવે આ  મનમાની નથી ચાલતી. 

જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કર્યું- સીએમ યોગી 

સીએમ યોગીએ કહ્યું કે અમે ક્યારેય જાતિ અને ધર્મના નામે ભેદભાવ કર્યો નથી. 56 લાખ ગરીબોને કોઈપણ જાતના ભેદભાવ વિના મકાનો આપવામાં આવ્યા છે. આજે પણ 80 કરોડ લોકોને મફતમાં રાશન મળી રહ્યું છે, પીએમ મોદીનો એક જ મંત્ર સેવા છે. તેમણે કહ્યું કે અમારે બેક ફૂટ પર આવવાની જરૂર નથી કારણ કે અમે અમારું કામ કર્યું છે. સપા પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે સમાજવાદીઓએ ધર્મના નામે પછાત લોકો અને દલિતોનું આરક્ષણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણીમાં જ્ઞાતિના નામે સમાજને વહેંચવામાં આવ્યો.-સીએમ યોગી 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ચૂંટણીમાં સમાજને જાતિના નામે વહેંચવામાં આવ્યો. વિદેશી શક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવ્યો હતો. મોટા પાયે ષડયંત્ર દ્વારા સંવાદિતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સપાના લોકોએ રામ, કૃષ્ણ અને શિવના નામને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો.

પેટાચૂંટણી અને 2027 માટે ઉત્સાહથી ભરેલા કાર્યકરો-સીએમ યોગી 
સીએમ યોગીએ કહ્યું કે પેટાચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરવી પડશે. આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે 2027માં પણ ભાજપની સરકાર બને. સીએમ યોગીએ કહ્યું કે આજે યુપીમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ રહ્યું છે. આપણે આ વિકાસને આગળ લઈ જવો જોઈએ.

ભાજપ ભવિષ્યની પાર્ટી- જે.પી નડ્ડા 

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જનતાએ અમને ફરીથી સમર્થન આપ્યું છે જેથી અમે વિકસિત ભારત બનાવી શકીએ. તેમણે કહ્યું કે ભાજપ ભવિષ્યની પાર્ટી છે. તેમણે કહ્યું કે દેશમાં 1500થી વધુ પાર્ટીઓ છે, જેમાંથી મોટાભાગની પાર્ટીઓ પરિવાર આધારિત છે, પરંતુ ભાજપ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે ચાલી રહી છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ ખૂબ જ ઉત્સાહી છે પરંતુ 13 રાજ્યોમાં તેનું ખાતું નથી ખુલ્યું. જ્યાં કોંગ્રેસ એકલા લડી છે, તેનો સ્ટ્રાઈક રેટ 26 ટકા છે, જ્યાં તે સાથે મળીને લડી છે ત્યા સ્ટ્રાઇક રેટ 50 ટકા છે. કોંગ્રેસ હવે બીજાઓ પર નિર્ભર છે. પરંતુ તે હંમેશા બીજાને નબળા પાડે છે.

  • Follow us on: